ભાલ પંથકની દહેડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ૧ દિવસીય ધોરણ ૧ થી ૫ માટે વડોદરા કમાટી બાગ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય ગીર સોમનાથ ખાતે શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો.અરણેજ સાયલા, ચોટીલા, સોમનાથ, સાસણગીર, સતાધાર, જુનગાઢ, ખોડલધામ, વીરપુર, ગઢડા, સારંગપુર, સહિત સ્થળોનો વિદ્યાર્થીઓએ પ્રવાસ કર્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ દરિયાઈ સૃષ્ટિ, પ્રાકૃતિક શિક્ષણ, વન્ય જીવસૃષ્ટિ, વૈજ્ઞાનિક શિક્ષણ પ્રત્યક્ષ નિહાળીને મેળવ્યું હતું.તેમજ પ્રશ્નોત્તરીનો જ્ઞાનવર્ધક કાર્યક્રમ પણ યોજાયો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાનાં આચાર્ય હિતેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.ત્રણ દિવસ પ્રવાસ ખેડયા બાદ સકુશળ વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)