વાહ,, ડીસા ના ધારાસભ્ય ની નોટબુક તુલા યોજાઈ..

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે જીતેલા ઉમેદવારોનું સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ના ભાજપના ઉમેદવાર પ્રવિણભાઈ માળીની ભવ્ય જીત થતા સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પ્રવીણભાઈ માળીને સાલ ફૂલહાર તેમજ પુષ્પકુંજ કે શ્રી ફળ આપી ને નહીં પરંતુ નોટબુકો આપી સમર્થકો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા ના માલગઢ ગામના પ્રભુજી તળસાજી સોલંકી ના પરિવાર દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને નોટબુક તુલા યોજાઈ હતી. આ એક અનોખી પહેલ કહેવામાં આવે છે. આ નોટબુકો ગરીબ અને જરૂરિયાત મંદ બાળકો સુધી પહોંચાડવામાં આવશે તેવું પ્રવિણભાઈ માળી એ જણાવ્યું હતું.