◆ બૃહદ પંચમહાલ જિલ્લામાં માનવતાની સેવાઓમાં કાર્યરત.....

◆ મોરા માનવતાની મશાલ ટીમ દ્વારા અસ્થિર મગજની રઝળતી એક યુવતીને અસ્થિર આશ્રમમાં મોકલી આપી.

પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં મંદ બુદ્ધિની બહેનો રસ્તા પર કે ગામમાં ભટકતી જિંદગી સાથે જોવા મળે તે માટે મોરવા તાલુકાના મોરા ગામના યુવાનોએ એક માનવ સેવા મસાલ ટીમ બનાવી હતી.આ ટીમનો સંપર્ક કરીને આવી બહેનોને આ લોકો લઈ જઈને નવડાવી ધોવડાવી મેડિકલ ચેકઅપ કરાવીને પોતાના ઘરે મૂકી આવવાનું એક સારી કામગીરી કરી રહ્યા છે. તેમજ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવા કોઈ પણ બહેન જોવા મળે તો 6355524936, 8160041800, 7990128955, 6355884253 સંપર્ક કરવા જણાવ્યું છે. તેમજ વિરણીયા ગામેથી આજરોજ અસ્થિર મગજની રખડતી દિકરી મળી આવતા લેડીઝ પોલીસ બોલાવીને સુલિયાત પોલીસ સ્ટેશને લઈ જઈ નવડાવી, ધોવડાવી મેડીકલ હોસ્પિટલ મોરા લઈ જઈ રીપોર્ટ કરાવી માનવધર્મમાં માનનાર ટીમ મોરા સરપંચ, મોરવા હડફ પી.એસ.આઈ., એ.એસ.આઈ, બીટ જમાદાર, પો.કોન્સ્ટેબલ, જી.આર.ડી બહેન, વિરણીયા સરપંચ,મોરા ગ્રામ પંચાયત સભ્યો,સહિત માનવતા મશાલ ટીમે માનવતા દાખવી એક ટીમની ફાળવણી કરી અસ્થિર આશ્રમમાં મુકવા રવાના કરવામાં આવી હતી.!!