દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં મધ્યપ્રદેશની એક મહિલા સહિત ૩ ઈસમોએ લીમડી નગરમાં રહેતાં એક બેરોજગાર યુવકને પટાવી ફોસલાવી રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી બેરોજગાર યુવક પાસેથી ટુકડે ટુકડે કરી કુલ રૂા.૮,૦૦,૦૦૦ પડાવી લઈ રેલ્વેમાં નોકરી નહીં અપાવી યુવક સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ -રાજ કાપડિયા-- દાહોદ
9879106469
દાહોદમાં રહેતો અંકિત રાઠોડ અને મધ્યપ્રદેશમાં રહેતા દુર્ગેશ્વરીબેન વસંતસિંહ વાઘેલા અને અભિજીત ગિરીશભાઈ સાહુ આ ત્રણેય ઈસમો દ્વારા ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં શાંતિનગર સોસાયટીમાં રહેતાં નિતીનભાઈ મોહનભાઈ વાલ્મિકીને રેલ્વે ડિપાર્ટમેન્ટમાં ટીસી તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી, આ બેરોજગાર યુવક પાસેથી પૈસા પડાવવાનું પુર્વ આયોજીત કાવતરૂં રચ્યું હતું અને તારીખ ૧૩.૦૬.૨૦૨૨ થી તારીખ ૧૯.૧૧.૨૦૨૨ના સમયગાળા દરમ્યાન નિતીનભાઈ પાસેથી ઉપરોક્ત ત્રણેય જણાએ ટુકડે ટુકડે કરી કુલ રૂા. ૮,૦૦,૦૦૦ પડાવી લીધાં હતાં. અવાર નવાર નિતીનભાઈ નોકરીની વાત કરતાં ઉપરોક્ત ત્રણેય જણા ગલ્લા તલ્લા કરતાં હતાં અને આખરે પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાનો નિતીનભાઈને અહેસાસ થતાં આ સંબંધે નિતીનભાઈ મોહનભાઈ વાલ્મિકીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.