કડી : કડી તાલુકાના ચાલાસણ ગામે અમારા ઘરની વાતો કેમ કરો છો? તેમ કહીને ખેતરેથી આવી રહેલા પતિ-પત્ની ઉપર ગામના ત્રણ ઇસમોએ હુમલો કરતા મહિલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ કરી પોલીસને થતા કડી પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘીને કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ચાલાસણ ગામે રહેતા કિરીટસિંહ અને તેમના પત્ની​​​​​​​ કે જે પોતે ગામની અંદર જ રહે છે. કિરીટસિંહ ખેતી કામ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન પતિ-પત્ની ગામની અંદર આવેલા તેમાના ખેતરે ગયા હતાં. આ દરમિયાન બંને જણાઓ ખેતરમાં કામકાજ પૂરું કરીને ઘરે આવી રહ્યા હતા અને ગામમાં આવેલા ઝાપડી માતાજીના મંદિર પાસે પહોંચતા જ ગામના વિક્રમજી, મહેશજી અને નાગજી ત્યાં આગળ આવી પહોંચ્યા હતાં.

ચાલાસણ ગામના કિરીટસિંહ અને તેમના પત્ની બંને જણા ખેતરમાંથી આવી રહ્યાં હતા અને માતાજીના મંદિર પાસે પહોંચતા ગામના ત્રણ ઈસમો આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે, તમે કેમ અમારા ઘરની વાતો બહાર કરી? અમારી આબરૂ લેવાનો પ્રયત્ન કરો છો. જેવું કહેતા પતિ-પત્નીએ કહ્યું કે, અમારે તમારા ઘરથી શું લેવા દેવા અને તમારા ઘરની અમારે શું કરવા વાતો કરવી પડે અને આ બાબતે અમે લોકો કઈ જાણતા નથી. જેવું કહેતા જ આવેલા ત્રણ ઈસમો ઉશ્કેરા જઈને પતિ-પત્ની ઉપર હુમલો કરતા મહિલાને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી.

ઝઘડો થતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને સાથે-સાથે તેમના પતિને પણ લાકડીઓ વડે માર માર્યો હતો. લોકો ભેગા થઈ જતા ત્રણેય ઈસમો ત્યાંથી નાસી છૂટ્યા હતાં. જ્યાં મહિલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કરીને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જે હાથના ભાગે તેઓને પાંચ ટાંકા આવ્યા હતા. જ્યાં ઘટનાની જાણ પોલીસને થતા કડી પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘીને કાર્યવાહી કરી હતી.