ડીસા રોટરી ક્લબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગોને કુત્રિમ હાથ પગ, કેલિપર સહિતના સાધનો વિનામૂલ્ય આપવામાં આવ્યા હતા. . . 

રત્નનીધિ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા ડીસાના રોટરી કોમ્યુનિટી હોલ ખાતે આજ રોજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્ય સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં દિવ્યાંગ તેમજ પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલીપર્સ તેમજ જે વ્યક્તિના કોઈ કારણોસર ઘુંટણથી નીચે પગ કપાયેલ હોય તેમને કૃત્રિમ પગ તેમજ કોણીથી નીચે કપાયેલા હાથવાળા વ્યક્તિઓને કુત્રિમ હાથ બેસાડી આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને વોકિંગ સ્ટિક પણ વિનામૂલ્ય આપવામાં આવી હતી.રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ ડીસા રોટરી ક્લબ દ્વારા આ પ્રકારના અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. આ વિનામૂલ્યે સાધન સહાય કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન રમેશભાઈ દરજી, મુકેશભાઈ લોધા, રોટરી ક્લબ ડીસા ના પ્રમુખ વિષ્ણુભાઈ શર્મા, મંત્રી હસમુખભાઈ ઠક્કર સહિત ટ્રસ્ટીઓ તેમજ ડીસા રોટરી ક્લબના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. . .

Tv 108 24x7 live news

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા.