શહેરના ઓડ બજાર ખાતે આવેલ એસ એન ડી ટી ગ્રાઉન્ડ ખાતે શ્રી ગ્રુપ દ્વારા નવલા નોરતાનો થનગનાટ જોવા મળેેલ. જેમાં શિવનાદ તથા એડી સાઉન્ડના તાલે નવલા નોરતાનો થનગનાટ ખેલૈયાઓ મન મુકીને ઝૂમી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મા શક્તિની આરાધના અને ગરબે ઝુમવા યુવાધન હિલોળે ચડ્યુ હતું. માતાજીની મહા આરતી કરી ખેલૈયાઓ રાત્રે 10:00 વાગ્યાથી ગરબાની રમઝટ શરૂ કરે છે અને મોડી રાત સુધી તેનો થનગનાટ જોવા મળે છે.