તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ -

ગુન્હાની વિગતઃ

આ કામે ફરીયાદી - અમૃતગીરી રામગીરી ગોસ્વામી રહે.રાણીંગપરા તા.ખાંભા જી.અમરેલી વાળાએ

ખાંભા પોસ્ટે, આવી ફરીયાદ આપેલ કે , ગત તા .૧૪ / ૧૨/૨૦૨૨ ના રાત્રીના કોઇ પણ સમયે ફરીયાદીના વાડી ખેતરના બોરમાં નાખેલ સબ મર્શીબલ મોટર જેની આશરે કિ.રૂ ૧૦,૦૦૦ / - તથા મોટર સાથે જોડેલ કેબલ વાયર આશરે ૨૫૦ ફુટ જેની આશરે કિ.રૂ .૪૦૦૦ / - કુલ કિ.રૂ .૧૪.૦૦૦ / - નો કોઇ અજાણ્યા ચોર ઇસમી ચોરી કરી લઇ ગયેલ હોય,

 જે બાબતની ખાંભા પોસ્ટે , એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૦૬૯૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો ફરીયાદીએ નોંધાવેલ,

l ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવગનર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલકત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચનાઓ આપેલ હોય ,

 અમરેલી પોલીસ અધિક્ષક. હિમકર સિંહ, નાઓએ અમરેલી જીલ્લાઓમાં બનવા પામેલ મિલકત સંબંધી આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

  જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.બી.વોરા નાયબ ઇ.ચા. એ.જી.ગોહીલ તથા સર્કલ પો.ઇન્સ કે .સી રાઠવા નાઓએ જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય ,

ખાંભા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ . જે.પી.ગઢવી .ની રાહબરી હેઠળ તેમજ સુચના મુજબ, ખાંભા પો.સ્ટે,ના ડી , સ્ટાફ ના કર્મચારીઓ વણશોધાયેલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરવા સારૂં ખાનગી મો,સા, માં પેટ્રોલીંગમાં હતા ,

 તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે , અમુક અજાણ્યા ઇસમો ખાંભા બસ સ્ટેશન પાસે બેઠેલ હોય , અને તેમની પાસે પ્લાસ્ટીકની મોટી કોથળીમા

 કંઇક શંકાસ્પદ મુદામાલ હોવાનું જણાય આવતું હોય, તેવી માહીતી મળતા તુંરત સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ જઇ તપાસ કરતા છ ઇસમો બેઠેલ હોય ,

અને તેમની પાસે રહેલ પ્લાસ્ટીકની કોથળીમાં તપાસ કરતા સબ મર્શીબલ મોટર તથા મોટરનો પંપ મળી આવેલ તેમજ બીજી પ્લાસ્ટીકની કોથળીમાં તપાસ કરતા કાળા કલરનો સબર્મશીબલ મોટરનો કેબલ વાયર મળી આવેલ,

જે બાબતે હાજર શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતા તેઓ કંઇ જણાવતા ન હોય અને ફર્ય ફર્યું બોલતા હોય , જેથી તેઓને પોસ્ટે લાવી યુક્તિ પ્રયુકિતથી પુછપરછ કરતા તેઓ ભાંગી પડેલ હોય ,

  અને તેમની પરીસ્થીતી નબળી હોય , જેથી તેઓએ રાણીંગપરા ગામે રહેતા અમૃતગીરી રામગીરી ગોસ્વામીની વાડી ખેતરમાં આવેલ બોરમાંથી સબ મર્શીબલ મોટર તથા મોટરનો પંપ તથા મોટરનો કેબલ વાયર ચોરી કરેલ હોવાનું કબુલાત આપેલ હતી ,

ચોરીનો રીકવર કરેલ મુદામાલ - સબ મર્શીબલ મોટર તથા મોટરનો પંપ આશરે કિં.રૂ ,૧૦,૦૦૦ / - સબમર્શીબલ મોટરનો કેબલ વાયર આશરે ૨૫૦ ફુટ કિં.રૂ .૪૦૦૦ / - મળી કુલ કિ.રૂ.૧૪૦૦૦/- નો મુદામાલ આરોપી પાસેથી રીકવર કરેલ,

પકડાયેલ આરોપીઓ :

 ( ૧ ) ફેકીયાભાઇ મનાભાઇ ભીલ ઉ.વ. ૩૦, ધંધો. મજુરી, રહે.ડેકાકુંડ,તા.જોબાટ, જી.અલીરાજપુર, ( મધ્યપ્રદેશ ) હાલ. રહે. આંબરડી, મનજીભાઇ આંબાભાઇ રાદડીયાની વાડીએ તા.સા.કુંડલા,જી.અમરેલી,

( ૨ ) ગણપતભાઇ મડુભાઇ અમલીયા ઉ.વ .૨૦, ધંધો.મજુરી, રહે.મુળ કોટડા, તા.ઉદયગઢ, જી.અલીરાજપુર, ( મધ્યપ્રદેશ ) હાલ રહે.આંબરડી મનજીભાઇ આંબાભાઇ રાદડીયાની વાડીએ, તા.સા કુડલા, જી.અમરેલી,

{ ૩ ) રાજેન્દ્ર ઉર્ફ કરમશીભાઇ વેસ્તાભાઇ ડામોર ઉ.વ .૪૦, ધંધો. મજૂરી, રહે.મુળ સારવી, તા.જોબટ, જી.અલીરાજપુર, ( મધ્યપ્રદેશ ) હાલ રહે.રાણીંગપરા, બાબુભાઇ પરશોતમભાઇ આંબલીયાની વાડીએ તા.ખાંભા, જી.અમરેલી,

( ૪ ) સુમલભાઇ સ/ઓ રાજેન્દ્ર ઉર્ફે કરમશીભાઇ વેસ્તાભાઇ ડામોર ઉ.વ. ૧૯, ધંધો.મજુરી,રહે.મુળ સારવી, તા. જોબટ, જી.અલીરાજપુર, ( મધ્યપ્રદેશ ) હાલ રહે.રાણીંગપરા, બાબુભાઇ પરશોત્તમભાઇ આંબલીયાની વાડીએ તા.ખાંભા, જી.અમરેલી,

( ૫ ) ભેરૂ ઉર્ફે ભેરલો બીજયાભાઇ માવી ઉ. વ.૨૭,ઘધો. મજુરી,રહે. મૂળ ડેકાકુંડ, તા.જોબાટ, જી.અલીરાજપુર, ( મધ્યપ્રદેશ ) હાલ રહે.આબરડી, બાવચંદભાઇ મનુભાઇ રાદડીયાની વાડીએ તા સા.કુંડલા, જી.અમરેલી,

( ૬ ) ભંગડીયાભાઇ કનુભાઇ બાંગડીયા ઉ.વ .૩૮,ધંધો. મજુરી, રહે. મેઇ બડા ઇટારા,તા.જોબટ, જી.અલીરાજપુર, ( મધ્યપ્રદેશ ) હાલ રહે.રાણીંગપરા, અમૃતગીરી રામગીરી ગોસ્વામીની વાડીએ તા.ખાંભા, જી.અમરેલી,

આ કામગીરી ખાંભા પો.સ્ટે.માં પો.સબ ઇન્સ જે.પી.ગઢવી ની સુચના મુજબ ડી.સ્ટાફના હેડ કોન્સ . એન.એન.કિકર તથા હેડ કોન્સ એસ . ટી.મેર તથા હેડ કોન્સ આર.કે.વરૂ તથા પો.કોન્સ . જયદીપભાઇ ધાખડા તથા પો.કોન્સ ભવદીપભાઇ વાળા તથા પો.કોન્સ ધનાભાઇ પરમાર તથા પો.કોન્સ નરેન્દ્રભાઇ વરૂ તથા પો.કોન્સ મનિષ સિંહ ઝાલા જોડાયા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.