50 વર્ષનો આધેડ શિક્ષક વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો ઉચ્ચારતો હતો : ટી.પી.ઓ.એ સ્થળ તપાસ કરી અહેવાલ આપતાં ડી.પી.ઓ. દ્વારા પગલાં ભરાયા,,વડગામ તાલુકાના પરખડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 50 વર્ષિય આધેડ શિક્ષક વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો બોલતો હોવાના અહેવાલ બાદ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ગુરૂવારે આ લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરતાં ચકચાર મચી ગઇ છે.