હાલોલના રણછોડનગર મા રહેતા દેવેન્દ્રભાઈ રણજીતસિંહ પરમારે લીમડી ફળિયા ના સફવાન અમજદભાઈ લીમડિયા સામે એન આઈ એક્ટ હેઠળ હાલોલ ના ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટે મા ફરીયાદ દાખલ કરી હતી મિત્રતા ના નામે હાથ ઉછીના રૂ ૨,૫૦,૦૦૦/ સફવાને વર્ષ ૨૦૨૦ મા છ માસ ના વાયદે લીધા હતા જે રકમ પરત માંગતા આપેલ ચેક રિટર્ન થતા વર્ષ ૨૦૨૨ મા હાલોલ ના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટેમા ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદ મા કોર્ટે સફવાન અમજદભાઈ લીમડિયાને એક વર્ષની સજા અને રૂ ૨,૫૦,૦૦૦/ નુ વળતર ૯ ટકા વ્યાજ સાથે ફરિયાદી દેવેન્દ્રભાઈ ને ચૂકવી આપવા ગત તા ૦૩/૦૫/૨૦૨૪ ના રોજ કરેલ જે હુકમ સામે આરોપી સફવાન અમજદભાઈ લીમડિયા એ તેમના વકીલ જે બી જોશી મારફતે હાલોલના એડી સેશન્સ જજ ની કોર્ટ મા અપીલ દાખલ કરેલ જે અપીલ ચાલી જતા આરોપીના એડવોકેટ જે બી જોશી ની દલીલો અને ટ્રાયલ કોર્ટે ની ઉલટ તપાસ ને ધ્યાને રાખીને આરોપીને ફરિયાદી સાથે સામાજીક સંબધો નથી, ફરિયાદીને લિમિટેડ આવક છે અને તેઓ આવકવેરો ભરતા નથી અને તેઓની આવક બતાવતો કોઇ દસ્તાવેજ પણ નથી,આરોપી શાકભાજી ની લારી ધરાવે છે, અઢી લાખ રૂપિયા ની રકમ મોટી રકમ કહેવાય ફરિયાદી પાસે રૂ ૨.૫ લાખ રૂપિયા હોવા અંગેનો કોઇ દસ્તાવેજી પુરાવો નથી, ફરીયાદી આરોપીના પત્ની અને બાળકોના નામ જાણતો નથી. ફરિયાદીને ટુ વ્હીલર ની લોન દોઢ વર્ષથી ચાલુ છે.
ફરિયાદી પાસે પોતાની આવક દર્શાવતો કોઇ પુરાવો નથી વધુમાં આરોપી તરફે બચાવ કરેલ છે કે રઇસ રફીક જંત્રાલિયા મારફતે આરોપીનો ચેક ફરિયાદી પાસે આવ્યો. ફરિયાદી એ કબુલ કર્યું છે કે ચેક મા અક્ષરો કોના છે તે પોતે જાણતો નથી તેમજ ચેક ની વિગત તેની હાજરીમાં ભરેલ નથી. તે તમામ હકીકતો ધ્યાને રાખીને એપેક્ષ કોર્ટ ના જુદા જુદા ચુકાદા ને આધારે તા હાલોલ ના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ નો સજા નો હુકમ રદ કરી ૦૮/૦૭/૨૪ ના રોજ હાલોલ ના એડી સેશન્સ જજ વી. એન માપરા ની કોર્ટે આરોપી સફવાન અમજદભાઈ લીમડિયા ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે.