પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા શખ્સોએ ગાડીનો કાચ તોડી રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ફરાર થયાં હોવાની ઘટના સામે આવી છે. રૂપપુરાના ખેડૂત મેઘરાજભાઈ પટેલની ગાડીનો કાચ તોડી અંદાજીત ચાર લાખ જેટલા રકમની ઉઠાંતરી કરી છે. જે બાદ ઘટના ની જાણ પોલીસ ને થતા પાલનપુર DYSP, સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા શખ્સોએ એક ખેડૂતની ગાડીનો કાચ તોડી અંદરથી ચાર લાખ રૂપિયાની રકમની ઉઠાંતરી કરી છે. રૂપપુરા ગામના ખેડૂત મેઘરાજભાઈ પટેલ કામ અર્થ પાલનપુર આવેલા હતા પોતાનું કામ પતાવી નવા બસ સ્ટેન્ડ નજીક ગાડી પાર્ક કરી બસ સ્ટેન્ડમાં જતા કેટલાક શખ્સો ગાડીની વોચ રાખી અને ગાડીનો પાછળનો કાચ તોડી અંદાજે ચાર લાખ રૂપિયા ભરેલો બેગ ગાડીમાંથી ઉઠાવી નાસી છૂટ્યા હતા.

જે બાદ મેઘરાજભાઈ પટેલ જાણ થતા ખેડૂતે તત્કાલિક પોલીસને જાણ કરી હતી. પાલનપુર ડીવાયએસપી સહિતનો કાફલો નવા બસ સ્ટેન્ડે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જોકે સમગ્ર ઘટના નવા બસ સ્ટેન્ડ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ કરી છે.