ગુણવંતભાઈ એ ચલાલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ મા લખાવ્યા મુજબ પોતે અમદાવાદ મુકામે નિકોલગામ, ઠક્કર નગર, મોનાર્ક એપાર્ટમેન્ટ,સી -૮ ખાતે રહે છે. અને કડિયા કામ કરે છે. અને પોતાનું મુળ ગામ ધારી તાલુકા ના ગોપાલગ્રામ હોય, અને તેઓ નું મકાન ગોપાલગ્રામ ખાતે જલારામ શેરી મા આવેલ હોય, જેથી તેઓને સામાજિક, લગ્ન, કે મરણ પ્રસંગો,કે દિવાળી ના તહેવારો મા કે કોઈ કામ અર્થે પોતાના વતન ખાતે જવા આવવાનું થતું રહેતું હોય છે.
જેથી ગઈ તારીખ ૦૨/૧૧/૨૦૨૨ના રોજ સામાજિક કામ સબબ દિવાળીના તહેવારોની રજા હોય જેથી,અમદાવાદ થી પોતાનું માલિકીનું મોટરસાઇકલ લઈને ગોપાલગ્રામ ખાતે આવેલ.અને પોતાના મકાને રોકાયેલ, જેથી દહિડા પરામા રહેતા તેના સબંધી ચતુરભાઈ બાબુભાઇ ગોહિલ ની પાણી ખેંચવાની નાની મોટર વાપરવા માટે માંગી લાવેલ જેથી તારીખ ૧૧/૧૧/૨૦૨૨ના રોજ સાંજના આશરે ૬/૩૦ કલાકે ઉપરોક્ત મોટરસાઇકલ લઈને માંગેલ પાણી ખેંચવાની મોટર પરત દેવા માટે ચતુરભાઈ ના ઘરે બહાર મોટરસાઇકલ પાર્ક કરીને ગયેલ,અને ચાવી મોટરસાઇકલ મા જ રહી જવા પામેલ, આશરે દસ પંદર મિનિટ બાદ ચતુરભાઈ ના ઘરેથી ઘર બહાર આવતા. બહાર શેરીમાં પાર્ક કરેલ મોટરસાઇકલ જોવા મળેલ નહીં. જેથી
આજુબાજુ મા તપાસ કરી અને તેઓએ આ ચતુરભાઈ ને વાતની જાણ કરી,અને તેઓ પણ બહાર આવ્યા હતા. અને બન્ને એ આજુબાજુ મા બધે તપાસ કરી હતી, પણ મોટરસાઇકલ મળેલ નહીં, જેથી આજે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે હોન્ડા કંપનીનુ સીબી સાઇન મોડેલનું બ્લેક કલરનું મોંસા જેના ૨જી , નં . GJ - 01-0 Y - 0788 જેના ચેસીસ નં , ME4JC650KK0113477 તથા એન્જીન • JC65E00220369 નું આશરે કિ.રૂ , ૩૬,૦૦૦ / -ની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય તો તેના સામે ધોરણસર થવા ફરિયાદ થવા પામી છે આ બાબતની વધુ તપાસ ચલાલા પોલીસ સ્ટેશનના હેડ. કોન્સ,રાઘવભાઈ અરજણભાઈ સિંધવ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.