ભાલપંથકને ડાંગરનો ગઢ ગણવામાં આવે છે.ખંભાત અને તારાપુરના ખેડૂતો વાદળછાયા વાતાવરણ અને ડાંગરનો પૂરતો ભાવ ન મળતાં મુંઝવણમાં મુકાયા છે.મળતી માહિતીનુસાર, ૧૫૦થી ૨૦૦ જેટલો ડાંગરના પાકમાં ભાવ ઘટાડાને કારણે કેટલાય ખેડુતોને ખરીદ કેન્દ્ર જઇ વીલા મોએ પરત ઘરે ફરવુ પડી રહ્યું છે.મહામહેનતે તૈયાર પાકનો યોગ્ય ભાવ મળી રહે તે હેતુસર ખેડુતોએ પાકને ખુલ્લાં ખેતરોમાં રાખવાનો વારો આવ્યો છે.જો કે વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને ખુલ્લા ખેતરોમાં રાખેલ પાકને લઈને મૂંઝવણમાં મુકાયા છે.
(સલમાન પઠાણ-ખંભાત)