છોટાઉદેપુર ખાતે આવેલ ડો. ભીમરાવ આંબેડકર હોસ્ટેલ માં રેહતા વિઘાર્થીઓને સુવિધા ન મળતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ડો. ભીમરાવ આંબેડકર હોસ્ટેલમાં વિઘાર્થીઓને જમવાનું જે મેનું પ્રમાણે આપવામાં આવતું નથી હોસ્ટેલમાં 140 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે. તેમાં પણ સંડાસ-બાથરૂમની લાઇન બ્લોક થઇ ગયેલ છે. વિદ્યાર્થીઓ દ્વારા અનેક વાર રજુઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કંઇ નિરાકરણ આવ્યું નથી. હોસ્ટેલનાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને ધાકધમકી આપવામાં આવે છે. તેને લઇને હોસ્ટેલના સ્ટાફ સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી વિઘાર્થીઓ દ્વારા કલેક્ટરને માંગ કરવામાં આવી હતી, જો માંગ સ્વીકારવામાં આવે નહિ તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.