સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત માતા નું પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીમતિ આઈ એન સોથા અને શ્રીમતિ એચ જે ચૌહાણ બંને બહેનોએ શાળામાં ધોરણ 9 A માં અભ્યાસ કરતી સોલંકી નંદિનીબા વિરેન્દ્રસિંહને સણગાર સજી હુંબહુ ભારત માતા બનાવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિના કન્વીનરશ્રી રમેશભાઈ એલ પરમાર અને સહકન્વીનરશ્રી નારણભાઈ એન રાઠોડ ની આગેવાની હેઠળ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ ભારત માતાનું પૂજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધા પણ રાખેલ હતી. બાળકોની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે વ્યાયામ શિક્ષકશ્રી રાણાજી એચ પઢિયાર અને શૈલેષભાઈ વી ચૌધરી દ્વારા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લે ભારત માતાની પાંચ જ્યોતથી આરતી પણ ઉતારવામાં આવી હતી. છેલ્લે શાળાના સીનિયર શિક્ષકશ્રી રાણાજી એચ પઢિયાર આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દશરથભાઈ કે ચૌધરી જોશીલા પહાડી અવાજથી કર્યું હતું.સાથે સાથે બાળકોમાં દેશપ્રેમની ભાવના ઉત્પન્ન થાય તેવા પ્રયાસો કર્યા હતા. કાર્યક્રમની સમય મર્યાદા ધ્યાને લઈ સ્ટાફ મિત્રો તરફથી તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ સ્ટાફે પૂરું યોગદાન આપ્યું હતું અને બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા તે બદલ સુપરવાઈઝરશ્રી વિક્રમભાઈ પી પ્રજાપતિએ સર્વે સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો.