ગેરકાયદે દવાખાનું ખોલી લોકો સાથે છેતરપીંડી કરતા હતા

બગદાણા તાબેના આંગણકા ગામે વગર ડિગ્રીએ

ગેરકાયદે દવાખાના ખોલી લોકો સાથે છેતરીપીંડી કરતા

મહુવા તાલુકાના દુદાળા અને રાણીવાડા ગામના બે ડમી

ડોકટરને એસઓજીએ ઝડપી પાડી દવાખાનામાંથી દવાઓ,

ઈન્જેકશન અને સાધનો કબજે લીધા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર

સ્પેશિયલ ઓપરેશન ગૃપનો સ્ટાફ બગદાણા પોસ્ટે વિસ્તારમાં

પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી

કે, આંગણકા ગામે ખડસલીયા જવાના માર્ગ ઉપર મહુવા

તાલુકાના દુદાળા ગામે રહેતો રામજી લાભશંકરભાઈ લાધવા

ગણેશ હોસ્પિટલ ખોલી તેમજ મહુવાના રાણીવાડા ગામે

રહેતો રાજેશ છગનભાઈ જોળીયાએ શાશ્વત હોસ્પિટલ

ખોલી સરકારી લાઈસન્સ વિના દવાખાનું ચલાવી પોતે ડોકટ૨

ન હોવા છતા ડોકટરની ઓળખ આપી લોકોને વ્યથા અને

મહાવ્યધા તેમજ નુકસાન થવાની જાણ હોવા છતા એલોપેથી

દવાઓની સારવાર કરી બેદરકારી ભર્યુ કૃત્ય કરી લોકો સાથે

છેતરપીંડી અને ઠગાઈ કરી રહ્યા છે. જે હકીકત આધારે

આંગણકા ગામે રેઈડ કરી બન્ને દવાખાનામાં ખુરશી પર

બેઠેલા રામજી લાધવા અને શાશ્વત હોસ્પિટલમાંથી રા

છગનભાઈ જોળીયાની અટક કરી તેના પાસે દર્દીઓની

સારવાર કરવા માટે દાકતરી પ્રમાણપત્ર માંગતા શખ્સો પાસે

સરકાર માન્ય સી ન મળી આવતા બન્નેની અટકાયત કરી

એસઓજીએ તેના દવાખાનામાંથી જુદી જુદી કંપનીની

દવાઓ, સાધનો, ઈન્જેકશન સહીતનો સામાન

બરામત કરી

દુદાળા (રાળગોન) ગામના અને રાણીવાડાના શખ્સ સામે

બગદાણા પોલીસ મથકમાં ફરીયાદો આપતા પોલીસે

આઈપીસી. ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૩૩૬, ૩૩૭, તેમજ ધી

ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦

મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.