ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લીમખેડા ખાતે અંગ્રેજી વ્યાખ્યાતાની ભરતી બાબત
રિપોર્ટ -રાજ કાપડિયા
9879106469/દાહોદ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લીમખેડા ખાતે બે વર્ષના વ્યવસાયમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ ૧૨ અંગ્રેજી વિષય ભણાવવા માટે તદ્દન હંગામી ધોરણે પ્રવાસી અંગ્રેજી વ્યાખ્યાતાની જરૂર હોય એમ.એ., બી.એઙ, બી.એ. બી.એઙ (મુખ્ય વિષય અંગ્રેજી) ની લાયકાત ધરાવતા ઉમેદવારોને જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન ૭ માં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લીમખેડા ખાતે આવેદન પત્રો રૂબરૂ જમા કરવા જણાવવામાં આવે છે. અંગ્રેજી વિષય સાથે એમ.એ., બી.એઙ, બી.એ. બી.એઙ હોય અને એમબીએ કરેલું હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. સરકારશ્રીના નિયમ મુજબ પીરીયડ દીઠ કલાકના રૂ. ૯૦ લેખે માનદ વેતન આપવામાં આવશે તેમ લીમખેડા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.