ફિલ્મ જગત માં સારી એવી નામના ધરાવતા અને મૂળ વઢવાણના હમિદ ભાઈ સુરાભાઈ સમા નું હાર્ટ એટેક થી અવસાન થયું છે ત્યારે ફિલ્મ જગતમાં વધુ એક માઠાં સમાચાર સામે આવ્યા છે ત્યારે મૂળ વઢવાણના અને ફિલ્મ કામકાજ અર્થે મુંબઈમાં સ્થાયી થયેલા હમિદભાઈ સમા નું હાર્ટ એટેક થી નિધન થયું છે ત્યારે પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે અનેક ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકેથી લઈ અને અન્યત્ર રોલ હમીદ ભાઈ દ્વારા જાળવવામાં આવ્યા છે.મુંબઈ ખાતે સ્થિર બનેલા અને મૂળ વઢવાણના હમીદ ભાઈ ફિલ્મ ક્ષેત્રમાં સારી એવી નામના ઉભી કરી હતી અને અનેક સેવા ભાવિ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા ત્યારે ગત રાત્રી દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે ત્યારે આ મામલે પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે અને ફિલ્મ ક્ષેત્રને વધુ એક અનુભવની ખોટ પડી છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે અને જાણવા મળી રહ્યું છે કે ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ભાઈ નડિયાદ વાળાના અત્યંત નજીક હતા અને સારી એવી મિત્રતા હતી.મૂળ વઢવાણ ખાતે આવેલી ઘરશાળામાં અભ્યાસ કર્યો ત્યારબાદ હાલોલ ખાતે લકી સ્ટુડિયો ની હમીદભાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી અને સંત દેવીદાસ જેવી અનેક ફિલ્મોમાં મુખ્ય ડાયરેક્ટર તરીકે અને તે ઉપરાંત નાની મોટી અનેક ફિલ્મોમાં પણ તેમને પોતાની અનુભવથી ફિલ્મોને સફળ બનાવી છે ત્યારે ઘરશાળામાં અભ્યાસ કર્યા બાદ હાલોલ વસ્યા હતા અને ત્યારબાદ હાલની પરિસ્થિતિમાં મુંબઈ ફિલ્મ કામ અર્થે સ્થાયી થયા હતા.

પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ આચાર્ય તેમ જ ઘર શાળા સાથે જોડાયેલા પરિવારના ખૂબ જ નજીકના પણ હમીદભાઈ ગણાતા હતા જ્યારે પણ સુરેન્દ્રનગરની મુલાકાતે આવે ત્યારે ઘરશાળાની મુલાકાત લેતા કારણકે સામાન્ય અભ્યાસનો પાયો હમીદભાઈ દ્વારા ઘરશાળા થી સ્થાપવામાં આવ્યો હતો અને ત્યાં અભ્યાસ બાદ ફિલ્મ ક્ષેત્રમાં સારી એવી નામના ઉભી કરી હતી હાલોલ ખાતે લક્કી સ્ટુડિયો ન સ્થાપના બાદ અનેક ફિલ્મોમાં આગવી ઓળખ અને અનુભવના કારણે ફિલ્મોને સફળ બનાવી હતી.ત્યારે ગત રાત્રે તેમને મુંબઈ ખાતે હદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે ત્યારે ફિલ્મ ક્ષેત્ર પણ શોકમગ્ન બન્યું છે મોટા ફિલ્મ કલાકારો પણ સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે રતનપર થી લઇ વઢવાણ સુધી જનાજા યાત્રા યોજવામાં આવી છે અને વઢવાણ ખાતે આવેલા સિપાઈ સમાજના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી છે ત્યારે તેમની ઈચ્છા અનુસાર મુંબઈથી મૃતદેહને વઢવાણ ખાતે લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ વઢવાણ સિપાહી જમાતના કબ્રસ્તાનમાં દફનવિધિ પણ કરી નાખવામાં આવી છે.ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા હમીદ ભાઈ નું અચાનક નિધન થતાં પરિવાર પણ શોક મગ્ન બન્યો છે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યની અનેક સેવા ભાવિ સંસ્થાઓ સાથે પણ તેમનો ના તો અવિરત રીતે ચાલુ હતો ભલે મુંબઈ શિફ્ટ થયા હતા પરંતુ ગુજરાત પ્રત્યે અને ખાસ કરીને વઢવાણ પ્રત્યે તેમનો પ્રેમ યથાવત હતો નિધન બાદ પણ પોતાના પરિવારને વશિયત કરી હતી કે મૃત્યુ બાદ તેમની અંતિમ ક્રિયા એટલે કે દફનવિધિ વઢવાણ ખાતે કરવામાં આવે એટલે મુંબઈથી તેમનો પાર્થિવ દેહ વઢવાણ ખાતે લાવવામાં આવ્યો છે અને દફનવિધિ કરવામાં આવી છે..