આજરોજ તારીખ ૧૩ મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી રાજકોટના સૌજન્યથી જસદણ તાલુકા લીગલ સર્વિસ કમિટીના સહયોગ દ્વારા જસદણ તાલુકાની કમળાપુર વિસ્તારની ત્રણ સ્કૂલના બાળકો જેમાં ડો. આર.ડી.ગાર્ડી હાઇસ્કુલ, વજીબા માધ્યમિક શાળા અને કન્યાશાળા કમળાપુરના બાળકોએ જસદણ સિવિલ કોર્ટની મુલાકાત લીધેલ અને વિવિધ શાખાઓની માહિતી કોર્ટના રજીસ્ટ્રારશ્રી મહેન્દ્ર પંડ્યાએ આપેલ. આ તબક્કે રાજકોટ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરીશ્રી એન.એચ.નંદાણીયા સાહેબ અને તાલુકા લીગલ કમિટીના ચેરમેનશ્રી પી.એન.નવીન સાહેબ દ્વારા બાળકોને પોક્સો કાયદા બાબતે ઝીણવટ ભરી માહિતી આપેલ.આ તબક્કે જસદણ કોર્ટના એડિશનલ સિવિલ જજ શ્રી વી.એ. ઠક્કર સાહેબ દ્વારા પણ વિદ્યાર્થીઓને પોક્સોના કાયદાથી માહિતગાર કરેલ. આ ઉપરાંત સિનિયર એડવોકેટશ્રીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને કાયદાકી માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમાં સ્કૂલના પ્રિન્સિપાલશ્રી તેમજ શિક્ષક કર્મચારીગણ અને જસદણ બારના વકીલશ્રીઓ અને પક્ષકારો તેમજ ન્યાયાલયના સ્ટાફગણ હાજર રહેલ. આ કાર્યક્રમનું સંચાલન જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं