કોંગ્રેસ દ્વારા સાંજના સમયે ગુજરાત વિધાનસભા ચૂંટણી ના ઉમેદવારોની જાહેરાત કરતા 5મી યાદી જાહેર કરી છે. જેમાં સૌથી મોટી વાત સામે આવી છે કે, કોંગ્રેસે બોટાદ બેઠક પરથી રમેશ મેરના નામની જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવાર બદલી મનહર પટેલના નામની જાહેરાત કરી છે.

આ યાદીમાં ધ્રાંગધ્રા બેઠક પરથી છત્રસિંહ ગુંજારીયા, મોરબી માં જયંતીભાઈ જેરામભાઈ પટેલ, રાજકોટ પશ્ચિમમાં મનસુખ કાલરીયા, જામનગર ગ્રામ્યમાં જીવણ કુંભરવડીયા અને ગારીયાધાર બેઠક પરથી દિવ્યેશ મનુભાઈ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે