ધ્રાંગધ્રા- હળવદ હાઇવે રોડ, ચુલી ગામથી આગળ આવેલ રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં બોલેરો ગાડીમાં ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડના સળીયાનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર
લોખંડના સળીયા ભારી નંગ-૨૦ વજન આશરે ૧૪૦૦ કીલો કી.રૂા.૯૧,૦૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી કી.રૂા.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૩,૯૧,૦૦૦/- નો મુદામાલ ઝડપાયો
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત નાઓએ જીલ્લામાંથી થતી ધરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદ્દામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ હાઇવે ઉપર થતી ચોરીઓ, તથા પેટ્રોલીયમ પેદાશોની ચોરીઓ અટકાવવા તેમજ હાઇવે પરની હોટલોમાં લોખંડના સળીયાની ચોરીઓ થતી હોય જે ચોરીઓ અટકાવવા ખાસ એકશન પ્લાન તૈયાર કરી, અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદીને સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.વી. ત્રિવેદી નાઓએ પો.સબ.ઇન્સ વી.આર.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. હિતેશભાઇ જેસીંગભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા સહીતની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં સધન પેટ્રોલીંગ ફરી ધરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોર મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ હાઇવે ઉપર થતી ચોરીઓ, તથા પેટ્રોલીયમ પેદાશોની ચોરીઓ અટકાવવા તેમજ હાઇવે ઉપરની હોટલોમાં લોખંડના સળીયાની ચોરીઓ થતી હોય જે ચોરીઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્રારા ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરેલ તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકીક્ત મળેલ કે કુવરાભાઈ ભરવાડ રહે ચુલી તા.ધ્રાંગધ્રા વાળાના પોતાના કબજા ભોગવટા વાળી હોટલના રાજસ્થાની મારવાડી ચલાવે છે, જે હોટલના કમ્પાઉન્ડમાં સતીષભાઇ દેવાભાઇ ભરવાડ રહે ચુલી તા.ધ્રાંગધ્રા વાળા પોતાના કબજા ભોગવટા વાળી સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે-૦૫-પીંજેડ-૧૬૩૯ માં ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડના સળીયા પોતાના કબજામા રાખી ગેરકાયદે પ્રવૃતિ ચલાવે છે. તેવી ચોકકસ હકીકત મળતા એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે બે પંચોના માણસોને સાથે ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સદરહુ જગ્યાએ બોલેરો પીકઅપ ગાડી રજી. નં. જી.જે.-૦૫-પીજેડ-૧૬૩૯ માં ચોરી કે છળકપટથી મેળવેલ અલગ અલગ લોખંડના સળીયાની ભારીઓ નંગ-૨૦ વજન આશરે ૧૪૦૦ કીલો કી.રૂા.૯૧,૦૦૦/-તથા બોલેરો ગાડી કી.રૂા.૩,૦૦,૦૦૦/-મળી કુલ રૂા.૩,૯૧,૦૦૦/-નો મુદામાલ મળી આવેલ તેમજ તે જગ્યાએ સતીષભાઇ દેવાભાઇ ભરવાડ રહે ચુલી તા.ધ્રાંગધ્રા વાળા હાજર મળી આવેલ ન હોય જેથી મુદ્દામાલ સાથે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮