BJPના હારેલા ઉમેદવારોએ હારનો દોષ પાર્ટીના જ વિરોધીઓ પર ઢોળ્યો, પાટણ અને કાંકરેજના ઉમેદવારોનો બળાપો….

ભૂપેન્દ્ર પટેલ સરકારના હારેલા એકમાત્ર મંત્રી અને કાંકરેજ ના ઉમેદવાર કીર્તિસિંહ વાધેલાએ પોતાના વિસ્તારમાં મળેલી એક સભામાં કહ્યું કે તેમને હરાવવા માટે પચાસ કે પચીસ વર્ષથી ભાજપમાં રહેલા લોકો જ કારણભૂત છે ભાજપના હારેલા ઉમેદવારો હવે પોતાની નિષ્ફળતા માટે દોષનો ટોપલો તેમની જ પાર્ટીના વિરોધીઓ પર ઢોળી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના હારેલા એકમાત્ર મંત્રી અને કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાધેલાએ પોતાના વિસ્તારમાં મળેલી એક સભામાં કહ્યું કે તેમને હરાવવા માટે પચાસ કે પચીસ વર્ષથી ભાજપમાં રહેલા લોકો જ કારણભૂત છે. સભાને સંબોધન કરતા કહ્યું કે, એવાં કોઇ પોતાને લોર્ડ કર્ઝને સમજતા હોય તો તે ભૂલી જજો જેમણે મને હરાવવાના કામ કર્યા તેમણે ભાજપનો ખેસ ઉતારીને ફરવાની જરૂર હતી. તેમ હોત તો સમજી શકાય, પણ આ તો પાર્ટીમાં રહીને જ મને હરાવવાનું કામ કર્યું છે. આ તરફ પાટણમાંથી ચૂંટણી હારી ચૂકેલાં મહિલા ઉમેદવાર રાજુલ દેસાઇએ પોતાની હાર માટે પાટણ નગરપાલિકાને જ જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે પાટણ નગરપાલિકાની ચૂંટાયેલી ભાજપની પાંખે કોઇ કામ કર્યું નથી તેથી તેમની સામેના આક્રોશને કારણે ભાજપના ઉમેદવાર અહીં કાર્યાં. તેમણે તેમ પણ કહ્યું કે પાટણ વિધાનસભા વિસ્તારમાં તેમની વિરુદ્ધ ઘણાં ભાજપના જ લોકોએ કામ કર્યું તેથી તેમની હાર થઇ છે. ઉલ્લેખનીય છે કે રાજુલ દેસાઇનું નામ જાહેર થાય તે પહેલાં જ ભાજપના પાટણના નેતાઓ ગુસ્સે થયા હતા અને સતત નામ બદલવા માટેની માગ કરી રહ્યા હતા. નામ જાહેર થયું તે દિવસે પાટણથી ભાજપના જ ત્રણસો કાર્યકર્તાઓ કમલમ દોડી આવ્યા હતા અને તેમને બદલવાની માગ કરી હતી.