પાવીજેતપુર તાલુકાના વાવ ગામે એક ખેતરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

            પાવીજેતપુર તાલુકાના વાવ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇંટવાડા ના ત્રણ જુગારીઓને ૧૦,૬૫૦/ - ના મુદ્દા માલ સાથે પાવીજેતપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. 

          પ્રાપ્ત માહિતી પાવીજેતપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તેઓને બાતમી હકીકત મળી હતી કે વાવ ગામની સીમમાં આવેલ ખેતરમાં ઓરડીના આગળના ભાગે લાઇટ ના અજવાળે કેટલાક ઈસમો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે. એવી મળેલ ચોક્કસ બાતમી હકીકત ના આધારે પાવીજેતપુર પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરી હતી. પોલીસે જોયું હતું કે કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી જુગાર રમતા હતા. જુગાર રમતા ઈસમોને કોર્ડન કરી પકડવા જતા, પોલીસને નિહાળી જુગારીઓ પોતાના હાથમાંના પત્તા પાણા નીચે ફેંકી નાસવા લાગેલ, ત્યારે પોલીસ પાછળ દોડી ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યાં હતા. પકડાયેલ ત્રણે જુગારીઓને નામ ઠામ પૂછતા તમામે તમામ પાવીજેતપુરના ઇંટવાડા ફળિયાના રહીશ હોય, આરીફભાઈ નાસીરભાઈ પઠાણ ( ઉ. વ. ૩૫ ), વિક્રમભાઈ શંકરભાઈ સલાટ ( ઉ. વ. ૩૯ ), સંતોષભાઈ શંકરભાઈ સલાટ ( ઉ. વ. ૨૫ ) જણાવ્યું હતું. જુગારના દાવ ઉપરના જુદા જુદા દરની ચલની નોટો રોકડા રૂપિયા ૩૫૫૦/— તેમજ ત્રણેય ઈસમોની અંગ જડતી માંથી મળેલ ૭૧૦૦/– મળી કુલ ૧૦૬૫૦/– ના મુદ્દા માલ સાથે ત્રણે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પાવીજેતપુર પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

            આમ, પાવીજેતપુર ના ઇંટવાડા ફળિયાના ત્રણ ઇસમોને વાવ ગામે એક ખેતરમાંથી જુગાર રમતા ૧૦,૬૫૦/– રૂપિયાના મુદ્દા માલ સાથે પાવીજેતપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.