દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે એક બોલેરો ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૦૬ ડિસેમ્બરના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં કુશલગઢ તાલુકામાં કાચલા ગામે રહેતાં ભુરજીભાઈ મડસીયાભાઈ ડામોરના પુત્ર ઈલેશભાઈ ઉર્ફે નિલેશભાઈ ભુરજીભાઈ ડામોર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ અને તેમની સાથે અન્ય મોટરસાઈકલ લઈ નીકળેલ પરતુભાઈ વીરજીભાઈ ડામોર એમ બંન્ને મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઈલેશભાઈ ઉર્ફે નિલેશભાઈ ડામોરની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં ઈલેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે ઈલેશભાઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતાં ઈલેશભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

રિપોર્ટ -રાજ કાપડિયા/9879106469--દાહોદ

આ સંબંધે મૃતક ઈલેશભાઈના પિતા ભુરજીભાઈ મડસીયાભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.