ખેડા જીલ્લા પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ અને ગ્રામજનો દ્રારા શિક્ષકનું સન્માનિત કરાયા... વિરપુર તાલુકાના રસુલપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શંકરભાઈ ધુળાભાઈ પ્રજાપતિ વયનિવૃત્ત પામતાં આજે પ્રાથમિક શાળા ખાતે ભવ્ય અભિવાદન વિદાય સમારોહ યોજાયો હતો જેમાં તાલુકાના સીઆરસી, બીઆરસી,પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા સેન્ટરના શિક્ષકો, ગ્રામજનો સ્નેહીજનો તેમજ શાળા પરિવાર શિક્ષક ગણ અને વિદ્યાર્થી વાલી મિત્રો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિવાદન સમારોહને દિપાવ્યો હતો વય નિવૃત્તિ પામનાર શિક્ષક શંકરભાઈ પ્રજાપતિ શાળા પરિવાર અને ગ્રામજનો અને ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ દ્વારા ફુલહાર સાફો પહેરાવી શ્રીફળ સાકર હાથમાં આપી સાલ ઓઢાડી હર્ષ ભેર વિદાય આપવામાં આવી હતી રસુલપુર ગ્રામજનો અને મુકેશભાઇ શુક્લ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.વય મર્યાદાના લીધે શિક્ષક તરીકેની જવાબદારી પૂર્ણ થતાં વિદાય લઈ રહેલા શંકરભાઈ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આમંત્રિત મહેમાનોનું ભોજન સમારંભ રાખી તમામની પાસેથી અંતરનાં આશીર્વાદ મેળવ્યા હતા .... તસવીર લખાણ- મુખ્ય શિક્ષક નિર્વૃત થતાં પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं