શ્રી ગૌશાળા સેવા સમિતિ (મીઠીરોહર) ગાંધીધામ દ્વારા શ્રી ગૌ કૃપા કથાનું આયોજન
શ્રી ગૌશાળા સેવા સમિતિ સમિતિ ગાંધીધામ દ્વારા તારીખ.6 નવેમ્બર રવિવારથી તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૨ શનિવાર સુધી દરરોજ બપોરે ૪:૦૦ થી ૭:૦૦ શ્રી ગૌ કૃપા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજનીય ગૌ. ભૈરવ ઉપાસક સંત શ્રી આજ્ઞાનુવર્તી સાધ્વીજી શ્રી નિષ્ઠા ગોપાલ સરસ્વતી દેવી કથાનું વાંચન કરશે,
આ કથામાં શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચનાંદ સરસ્વતીજી ખાસ ઉપસ્થિત રહેશે. આ અંગેની કથા આયોજકોની શ્રી શંકરાચાર્ય સ્વાગત કમિટી ગંધીધામ દ્વારા કથાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાંધીધામના અગ્રવાલ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમાજના આગેવાનો અને એનજીઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી સજેશન આપ્યા હતા
સર્વે ધર્મપ્રેમી ગૌભક્તોને આ કથાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ,આ કથાના મુખ્ય યજમાન પદે શ્રી પોદાર પરિવાર ગાંધીધામ છે. તથા આયોજકો સર્વશ્રી સમીર ગર્ગ,
રાજેન્દ્ર શાહ, નંદલાલજી ગુપ્તા, તેમજ બાબુભાઈ હુંબલ છે.આ કથાનો વધુમાં વધુ લાભ લેવા ગાંઠધામ સંકુલ તેમજ કચ્છના ધર્મપ્રેમી અને ગૌ પ્રેમી લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*