કડી : કડી તાલુકાના થોળ ગામે ખેતરની અંદર પાણી લઈ જવા બાબતે ત્રણ ઈસમોએ પોતાના ગામના જ આદર ખેડૂત પર ધોકા વડે હુમલો કરતાં ખેડૂતને ગંભીર રીતે ઇજાઓ પહોંચી. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાવલું પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘીને કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

કડી તાલુકાના થોળ ગામે રહેતા વિજયભાઈ પટેલ (ઉં.વર્ષ-65) કે જેઓ ગામની અંદર પરિવાર સાથે રહે છે અને ખેતીવાડીનો વ્યવસાય કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓનું ખેતર પોતાના ગામની અંદર જ આવેલું છે. જ્યાં વિજયભાઈ પટેલ પોતાના ગામના ખેતરમાં હાજર હતા, જે દરમિયાન પોતાના ગામના જ શૈલેષ ઠાકોર, નરેન્દ્રજી ઠાકોર સહિતના ત્રણ ઈસમો આવી પહોંચ્યા હતા અને વિજયભાઈને કહેવા લાગ્યા હતા કે, વિષ્ણુભાઈની જમીનની તલાવડીમાં પાણી લઈ જવાનું છે. જેથી ખેડૂત વિજય ભાઈએ કહ્યું કે, તમે પાણીની પાઇપ નાખી પાણી લઈ જાઓ અને છૂટું પાણી ન લઈ જાઓ તેટલું કહેતા ત્રણ ઈસમો વિજયભાઈ પટેલને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ખેતરમાંથી પાણી લઈ જતા ત્રણેય ઈસમોને વિજયભાઈ પટેલે રોક્યા હતા. ત્યારે ત્રણેય ઈસમોએ ધોકા વડે વિજયભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો અને ધોકા વડે મારામારી કરવા લાગ્યા હતા. જ્યાં વિજયભાઈએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વિજયભાઈએ પરિવારજનોને જાણ કરી હતી. જ્યાં ખેડૂતને ઇજાઓ પહોંચતા તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા અને બાવલું પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.