તા. ૦૭/૧૨/૨૦૨૨

ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની ટીમે ગત તારીખ 29/11/2022 ની મોડી રાત્રે વડોદરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર ખાતેથી અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ જેટલા ઈસમોને પકડી પાડેલ તેમજ વડોદરા ગ્રામ્યના સીંધરોટ ગામ ખાતે રેડ કરી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ૬૩ કિલો ૬૧૩ ગ્રામ તૈયાર મેફેડ્રોન તથા ૮૦ કિલો ૨૬૦ ગ્રામ મેફેડ્રોન બનાવવા માટે તૈયાર કરેલ લીકવીડ જે કુલ અંદાજિત કિંમત રૂ. ૪૭૭.૩૮૫ કરોડ નો મુદ્દામાલ તથા મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગમાં લીધેલ મશીનરી કબ્જે કરેલ,

તપાસ દરમ્યાન ગત. તા. ૦૩/૧૨/૨૦૨૨ ના રોજ પકડાયેલ આરોપી ભરત ચાવડાએ સંતાડેલ મેફેડ્રોન જથ્થો તેણે બતાવેલ જગ્યાએ સર્ચ હાથ ધરતા મળી આવેલ થેલીમાંથી મળેલ બે પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલ ૧.૭૭૦ કિ.ગ્રા. મેફેડ્રોન, અંદાજિત કિંમત રૂ. ૮.૮૫ કરોડનો મળી આવેલ હતો જે તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ આ ગુનામા સંડોવાયેલ આરોપીઓની વધુ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે આરોપી શૈલેષ કટારીયાનાએ તેના ઘરે વધુ ડ્રગ્સનો જથ્થો સંતાડેલ છે જેથી સદરી આરોપીને સાથે રાખી, તેણે બતાવેલ જગ્યા ખાતે ગુજરાત ATS ટીમ દ્વારા વડોદરા સીટી ની SOG ની ટીમ ને સાથે રાખી તા. ૦૬/૧૨/૨૦૨૨ના રોજ સર્ચ હાથ ધરતા અલગ અલગ પેકીંગની થેલીઓ મળી આવેલ,જે થેલીઓમાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવતા તેની એફ.એસ.એલ ની ટીમ દ્વારા તપાસ કરાવતા મળી આવેલ શંકાસ્પદ માદક પદાર્થ મેફેડ્રોન હોવાનુ ખુલવા પામેલ,જે કુલ ૨૪.૨૮૦ કિ.ગ્રા.મેફેડ્રોન નો જથ્થો આ સર્ચ દરમ્યાન કબ્જે કરી તપાસ અર્થે જપ્ત કરવામાં આવેલ છે જેની અંદાજિત કિંમત રૂ ૧૨૧.૪૦ કરોડની થાય છે,

કબ્જે કરેલ મેફેડ્રોનનો જથ્થો આ ગુનામાં પકડાયેલ આરોપીઓએ સીંધરોટ ગામની સીમમાં બનાવેલ ફેકટરીમાં બનાવેલ હતો આમ આ કેસમાં અત્યાર સુધી કુલ ૬૦૭.૬૩૫ કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો પકડી પાડેલ છે,

વધુમાં તા. ૦૬/૧૨/૨૦૨૨ ના રોજ પકાડાયેલ આરોપીઓ પૈકી સૌમીલ પાઠક, ભરત ચાવડા અને શૈલેશ કટારીયા ને સાથે રાખી આ મેફેડ્રોન બનાવવા માટે વપરાતું ૧૦૦ કિલો જેટલુ મુખ્ય રો-મટીરીયલ વડોદરા સિટીના સયાજી- ગંજ વિસ્તારમાંથી સર્ચ દરમ્યાન કબજે કરી તપાસ અર્થે જપ્ત કરેલ છે તેમજ સયાજી- ગંજ વિસ્તારમાં મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગમાં લીધેલ લેબની મશીનરી તેમજ વપરાશમાં લીધેલ જગ્યા મળી આવેલ છે. 

Report by :- Keyur Thakkar 

Ahmedabad