દેવગઢ બારીયા તાલુકાના નાનીઝરી ગામે રાતે જુના મકાનના માળીયામાં ભરી રાખેલ ઘાસમાં સળગતો ફટાકડો ઉડીને પડતા લાગેલ આગમાં જુનુ મકાન સંપુર્ણ બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા ર લાખનું નુકશાન થયાનું સત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રિપોર્ટ -રાજ કાપડિયા

નાનીઝરી ગામે ભગત ફળીયામા રહેતા ગણપતભાઈ બીજસભાઈ પટેલના જુના મકાનના માળીયામા ભરી રાખેલ ઘરમાં પરમ દિવસ તા.૮ના રોજ રાત્રીના સાડા સાત વાગ્યાના સુમારે સળગતો ફટાકડો ઉડીને પડતા ઘરના માળીયામાં મુકેલ ઘાસમાં આગ લાગતા જાેતજાેતામાં આગ જુના ઘરમા પ્રસરીને પ્રચંડ બની જતા ઘરનો લાકડાનો કાટમાળ, સરા, વળીયો, ટેકીઓ, પાટડા તથા ઘરવખરી સામાન બળીને રાખ થઈ જતા અને ઘરના નળીયા પણ ગરમ થઈ તુટી જતા આગમાં આશરે ર લાખનું નુકશાન થવા પામ્યું હતું.

આગ અંગેની લેખીત જાણ નાની ઝરી ગામના ભગત ફળીયામાં રહેતા ગણપતભાઈ બીજસભાઈ પટેલે પીપલોદ પોલીસને જાણ કરતા પીપલોદ પોલીસે આ સંદર્ભે આગજની અંગેની જાણવા જાેગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.