પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક રોડ ઉપરથી પસાર થતી મોટી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઝાડ સાથે ટકરાતા ટ્રક ઉપર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. 

           પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર ગામેથી જીપ્સન ભરીને મધ્યપ્રદેશના મનાવર ગામે જઈ રહેલી ટ્રક રાત્રિના ૧૧ વાગ્યા ના સુમારે સિહોદ નજીક રોડ ઉપર એકાએક મોટી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા નમી ગયેલું ઝાડ ટ્રક ઉપર ધરાશાયી થઈ જવા પામ્યું હતું. રાત્રિના બનેલી આ ઘટનાથી આજુબાજુના લોક ટોળા ધડાકાના કારણે જોવા માટે દોડી આવ્યા હતા. ટ્રક રોડની બાજુ ઉપર હોવાના કારણે ટ્રાફિકજામ થવા પામ્યો ન હતો તેમજ પાછળથી તેમજ સામેથી કોઈ મોટું વાહન ન આવતું હોવાથી કોઈ મોટી હોનારત પણ થવા પામી ન હતી. વૃક્ષ ટ્રકના કેબિન તેમજ કન્ટેનર ની વચ્ચે ધરાશાયી થતા ટ્રક ના ડાયવર, કંડકટર પણ બચી જવા પામ્યા હતા. 

       આમ, પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક રોડ ઉપર મોટી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક વૃક્ષ સાથે અથડાતા વૃક્ષ ટ્રક ઉપર જ ધરાશાયી થઈ ગયું હતું. સદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.