આવાજ ન્યુઝ 24×7

આર.એચ.રાજપૂત(વાવ)તા:09/12/2022

બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે કાર્યરત યોજના "નલ સે જલ" અંતર્ગત જે કામો થઈ રહેલ છે તે કોઈ ટેકનિકલ એન્જીનીયરીંગ ની દેખરેખ વગર, અમુક વિસ્તારોમાં પાઇપ લાઈનો પણ નાખેલ નથી, પાણી ના સંપ નું બોઘસ કામ, જ્યાં પાઇપ લાઈન નાખેલ ત્યાં નળ કનેક્શન નથી અને જ્યાં નળ કનેકશન છે ત્યાં પાઇપ લાઈન નથી, પાઇપ લાઇન નાખ્યા પછી રસ્તાઓનું કામ કરેલ નથી તેવા આક્ષેપો સાથે અનેક અરજી થયેલ છે તેવામાં એક વીડિયો વાયરલ થતાં અને તે સ્થળ ની મુલાકાત લેતા જાણવા મળ્યું કે વાવ ગામના વોર્ડ નંબર ૧૦/૧૧માં જે નળ કનેક્શન નાંખતા હતા તેમાં ડુબ્લીકેટ પાઇપો નાંખતા હતા અને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો અને કામ બંદ કરાવી નવીન ઓરિજનલ પાઇપો નાખવાનું કહેલ તો નવીન પાઇપો તો નાખવાનું ત્યાં રહ્યું આજ દિન સુધી કામ પણ ચાલુ કર્યું નથી અને આ બાબતે અધિકારીઓ સાથે ટેલીફોનીક વાત કરતાં જે તે અધિકારીઓ એક બીજા અધિકારી પર છોડી કામ કરવાનું ટાળી રહ્યા છે તેવું જાણવા મળ્યું.

ઉપરોક્ત બાબતે જનતા અને અરજદાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે યોગ્ય કામ કરાવવા જતા સંપૂર્ણ કમજ બંદ કરી દેવું અને તાલુકા પંચાયત થી રાષ્ટ્રપતિ સુધી રજૂઆતો કરવામાં આવેલ તો પણ કોઈ યોગ્ય કામ ન થતું હોય તો આ જનતા રાજ છે કે હિટલર રાજ.

સદર કામ બાબતે લિખિત અરજીઓ કરેલ છે તેની જો કોઈ કાર્યવાહી નહી થાય તો અમો જનતા સાથે ન્યાય મંદિરના પગથિયાં પણ ચડિશું તેવું અરજદારે જણાવ્યું હતું.