કૉંગ્રેસ નો ગઠ ગણાતી અમરેલી ની મહત્વ ની પાંચ બેઠકો પર ભાજપનો દબાવો કોંગ્રેસના દિવ્યજ અને દબંગ નેતાઓ ની કારમી હાર કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને અમરેલીના હોટ ફેવરિટ ધારાસભ્ય પરેશ ધાનાણીની લાંબા મતોથી હાર થઈ છે ભાજપના કૌશિક વેકરીયા એ પરેશ ધાનાણીને 40 હજાર થી વધુ મતો થી પરાજીત આપ્યો છે તો બીજી બાજુ કોંગ્રેસના દબંગ નેતા ગણાતા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતને મહેશ કસવાલા એ હરાવ્યા છે તો કોંગ્રેસ પક્ષના કાર્ય કરી પ્રમુખ અમરીશ ડેર ને પણ ભાજપના હિરા સોલંકી એ હરાવ્યા છે તો કોંગ્રેસના પીઠ નેતા ગણાતા લાઠી બાબરાના ધારાસભ્ય વીરજી ઠુંમરને પણ ભાજપના જનક તળાવીએ લાંબી લીડ થી હરાવ્યા છે તો ધારી બેઠક પર ભાજપના જેવી કાકડીયા એ કોંગ્રેસને ભારે મતોથી હરાવી વિજય પ્રાપ્ત  છેલ્લી કાઉન્ટિંગ બાકી છે હવે બે ત્રણ રાઉન્ડ જ બાકી છે ત્યાં જ ભાજપી ઉમેદવારો જીત નો જશ્ન મનાવવા લાગ્યા છે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની પાંચે બેઠકો પર કોંગ્રેસ નું રાજ રહ્યું હતું પરંતુ પાંચ વર્ષની મા ભારતીય જનતા પાર્ટી એ અમરેલીને પોતાનો ગઢ બનાવી અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો કબજે કરી લીધી છે અમરેલી થી કૌશિક વેકરીયા નો વિજય થયો છે સાવરકુંડલા થી મહેશ કસવાલા નો વિજય થયો છે ધારી થી જેવી કાકડિયા નો વિજય થયો છે તો લાઠી થી જનક તળાવીયા નો વિજય થયો છે તો રાજુલા જાફરાબાદ પર હીરાભાઈ સોલંકી નો વિજય થયો છે અમરેલી જિલ્લાની પાંચે ધારાસભ્યોની બેઠક પર પણ કમળ ખીલ્યું છે નગરપાલિકાઓ પણ ભાજપના કબજે છે લોકસભા પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તો હવે અમરેલી ભારતીય જનતા પાર્ટીનો મહત્વનો ગઢ બની ગયો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નાગરિક બેંક થી લઈને માર્કેટિંગ યારડ સુધી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે ગુજરાતમાં પણ ભાજપ ભારતમાં પણ ભાજપ તેમ સંપૂર્ણપણે અમરેલીમાં પણ ભાજપ ફેવરિટ થઈ ગયું છે