વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે થનાર મતદાનની ગણતરી તા. ૦૮/૧૨/૨૦૨૨ના રોજ એસ.એન. ડી. ટી. હાઇસ્કૂલ, પોર ગેઇટ, ખંભાળિયા ખાતે કરવામાં આવનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ મતગણતરી કેન્દ્રની આજુબાજુના રસ્તાઓ પર મતગણતરીમાં આવનાર વાહનો સિવાયના વાહનોની અવર - જવર પર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મતગણતરી કેન્દ્રની આજુબાજુના રસ્તાઓ પર મતગણતરીમાં આવનાર વાહનો સિવાયના વાહનોની અવર - જવર પર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ૧) રામનાથ સોસાયટી બથિયા ચોકથી પોરનાકાથી જોધપુર નાકાની પાસે આવેલ ઠકકર વિલા સુધીનો રસ્તો પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક રસ્તો રામનાથ સોસાયટીના બથિયા ચોકથી રાવળ પાળો, બંગલાવાડી થઈ જૂની તાલુકા પંચાયત કચેરીથી જોધપુર નાકા સુધી રહેશે. ૨) નવચેતન સ્કુલથી પોરનાકા થઈ જોધપર નાકા આવેલ ઠકકર વિલા સુધી મતગણતરીમાં આવનાર વાહનો તથા રામનાથ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના વાહનો સિવાયના ટુ - વ્હીલ, ફોરવ્હીલ કાર તથા ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક રસ્તો ૧) ટુ વ્હીલ તથા ફોર વ્હીલ માટે નવચેતન સ્કૂલથી કણઝાર હોટલ થઈ ખામનાથ પૂલ થઈ મિલન ચાર રસ્તાથી નગરનાકા થઈ જોધપુર નાકા સુધી ૨) ભારે વાહનો માટે - નવચેતન સ્કૂલથી કણઝાર હોટલ થઈ સરકારી હોસ્પિટલ થઈ મિલન ચાર રસ્તાથી નગરનાકા થઈ જોધપર નાકા સુધીનો રહેશે.
આ જાહેરનામુ ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારી/ કર્મચારીઓના વાહનો, ઉમેદવારો, ચૂંટણી એજન્ટ, મતગણતરી એજન્ટના વાહનો, પત્રકારના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટરના વાહનોને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.