દાહોદ જિલ્લામાં વિધાનસભાની કુલ ૦૬ બેઠકો માટે કુલ ૬૦.૦૭ ટકા મતદાન થવા પામ્યું છે. તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયાં છે. પરિણામ તારીખ ૦૮મી ડિસેમ્બરના રોજ જાહે થનાર છે ત્યારે આ વખતની ચુંટણીમાં ૦૬ વિધાનસભામાં સૌથી વધુ મતદાન દેવગઢ બારીઆ વિધાનસભામાં ૭૨.૭૬ ટકા થયું હતું જ્યારે સૌથી ઓછુ મતદાન ગરબાડા વિધાનસભામાં ૫૦.૧૫ ટકા થયું હતું. આ વખતે પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારોમાં મતદાન કરવામાં ઉત્સાહ વધુ જાેવા મળ્યો હતો.
દાહોદ જિલ્લાની કુલ ૦૬ વિધાનસભા બેઠકમાં ૧૨૯ ફતેપુરા વિધાનસભામાં ૫૪.૦૦ ટકા મતદાન થયું હતું. ૧૩૦ ઝાલોદ વિધાનસભા બેઠક પર ૫૮.૮૬ ટકા, ૧૩૧ લીમખેડામાં ૬૭.૦૧ ટકા, ૧૩૨ દાહોદમાં ૫૯.૪૬ ટકા, ૧૩૩ ગરબાડામાં સૌથી ઓછું ૫૦.૧૫ ટકા અને દેવગઢ બારીઆ વિધાનસભાની બેઠકમાં સૌથું વધુ ૭૨.૭૬ ટકા મતદાન થયું હતું. આમ, જિલ્લામાં કુલ ૬૦.૦૭ ટકા મતદાન થયું હતું. આ વખતે થયેલ મતદાનની વાત કરીએ તો જિલ્લામાં કુલ ૭૮૫૭૪૬ પુરૂષ મતદારો અને ૭૯૯૨૪૧ મહિલા મતદારોનો સમાવેશ થયો હતો જેમાંથી ૪૭૫૫૬૧ પુરૂષોએ મતદાન કર્યું હતું તેની સામે ૪૭૬૫૩૨ મહિલાઓએ મતદાન કર્યું હતું. પુરૂષ અને મહિલા મળી કુલ જિલ્લામાં ૯૫૨૦૯૩ મતદારોનો સમાવેશ થાય છે