છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ત્રણ વિધાનસભા બેઠકની
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મતગણતરી કેન્દ્ર ખાતે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
છોટાઉદેપુર: તા. ૦૬:
આગામી તા. ૦૮મી, ડિસમ્બરના રોજ સરકારી પોલીટેકનિક કોલેજ, છોટાઉદેપુર ખાતે સવારે ૦૮:૦૦ કલાકથી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની મતગણતરી યોજાવાની છે. મતગણતરી કેન્દ્ર ઉપર જુદા જુદા પક્ષના લોકો, ટેકેદારો, કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના રહેલ છે. જેથી મતગણતરીની પ્રક્રિયામાં ખલેલ પહોંચતી અટકાવવા માટે, મતગણતરી સરળ અને શાંતિપૂર્ણ રીતે થાય, કોઇ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, મતગણતરીમાં કોઇ અવરોધ પેદા ન થાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તૂતિ ચારણે જાહેરનામું બહાર પાડી મતગણતરી કેન્દ્ર ખાતે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા. ૦૮/૧૨/૨૦૨૨ના રોજ મતગણતરીના ઉકત કેન્દ્રની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં ૪ (ચાર) કરતા વધુ માણસોએ ભેગા થવું નહીં. ઉપરોકત સ્થળોએ મતગણતરીના કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાન તથા કંપાઉન્ડની અંદર બિનઅધિકૃત વ્યકતિ/વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૫૦ની જોગવાઇ મુજબ દરેક હિરફ ઉમેદવારને તેઓ સંસદસભ્ય/વિધાનસભાના સભ્ય હોય કે ન હોય મતગણતરી ખંડમાં હાજર રહેવાનો અધિકાર છે પરંતુ તેમની સાથે સશસ્ત્ર સલામતિ રક્ષકો હોય તો તેઓ શસ્ત્રો સાથે મતગણતરી ખંડમાં પ્રવેશશે નહીં તે શરતે અને તેઓ મતગણતરીખંડમાં તેઓની સ્વેચ્છાએ તેઓનું સલામતિ કવચ પરત કરીને બેસશે. આમાં ફકત એસ.પી.જી સુરક્ષિત ઉમેદવાર જ અપવાદ રહેશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટે આપેલ અધિકારપત્ર ધરાવતા પત્રકારો પ્રવેશ કરી શકશે પરંતુ મતગણતરી હોલમાં પ્રવેશ કરવાનો નથી. રાજકીય પક્ષનું નામ, પ્રતિક, કે સૂત્ર સાથેની ટોપી, સાલ વિગેરે જેવા પહેરવેશ સહિત મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ છે સાદી ટોપી પહેરી શકાશે.
આ જાહેરનામામાંથી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મતગણતરીની કામગીરીમાં રોકાયેલ ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ તેમની સાથે ફરજ પર રોકાયેલ અન્ય અધિકારી/કર્મચારીઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા હોમગાર્ડઝ, ચૂંટણીના ઉમેદવારો તથા તેમના અધિકૃત ચૂંટણી એજન્ટો, મતગણતરી માટે ઉમેદવાર તરફથી નિયુકત મતગણતરી એજન્ટ કે જેમને સંબંધિત ચૂંટણી અધિકારી તરફથી પ્રમાણિત કરવામાં આવેલ હોય તેને, રાજય ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલ હોય તેવા અધિકારી/વ્યક્તિને, જિલ્લા મેજીસ્ટ્રેટ/અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા અધિકૃત કરવામાં આવે તેવા અધિકારી/વ્યક્તિઓને લાગુ પડશે નહીં.
આ આદેશ સરકારી પોલિટેકનિક કોલેજ, છોટાઉદેપુર આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં તા. ૦૮/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર તથા મદદગારી કરનાર ભારતીય દંડ સંહિતા- ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
-----૦-----