દિગ્વિજય દિવસ એટેલ સ્વામી વિવેકાનંદ દ્વારા શિકાગો શહેર માં  11 સ્પટેમ્બર 1893 ના દિવસે પોતાનું પ્રવચન આપી અને સભા ને ગજવી હતી.ત્યારે આજે 11 સપ્ટેમ્બર 2023 છે તે દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના વડીયા ગીર ખાતે આજ રોજ શ્રી વીર શહીદ હરેન્દ્રગીરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યુવા સરપંચ શ્રી યશ પટેલ અને આઈ ટી સેલ ના સંયોજક શ્રી રાજેન્દ્રસિંહ જેઠવા દ્વારા દિગ્વિજય દિવસ ની ઉજવણી કરી હતી જેમાં શાળા માં વકૃતવ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળા ના 10 જેટલા બાળકો દ્વારા પાર્ટીશીપેટ કરવામાં આવ્યું હતું જેમાં - 

પહેલા નંબર પર ધોરણ 11 ની પટાટ અસીતા બેન હરદાસ ભાઈ 

બીજો નંબર પર ધોરણ 11 ની બુડા ધરમિષ્ટા બેન વાસુરભાઈ  અને

ત્રીજા નંબર પર ધોરણ 12 ની જાદવ કશીશબેન જયેશભાઇ એ નંબર મેળવ્યા હતા 

ત્યારે આ નંબર  મેળવનાર વિદ્યાર્થીનીઓને નોટ અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ કાર્યકમ દરમિયાન વિદ્યાલયના બાળકો તેમજ વિદ્યાલયના પ્રમુખ માનસિંગભાઈ સીસોદીયા,શિક્ષક શ્રી અનુપસિંહ, સીસોદીયા,રામ સાહેબ , અસ્મિતાબેન ,હીનાબેન ,અને લાલિતભાઈ ડાભી ની ઉપસ્થિતિ રહી હતી

આપની આસપાસ બનતી ઘટના કે દુર્ગટના કે પછી હોય આપની કોઈ સમસ્યા કે કાર્યકમ  જેની વિગત અમને મોકલી આપો અમે પ્રદર્શિત કરીશું આપનો અહેવાલ 

રીપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750