વિરપુર તાલુકા ના જાંબુડી ગામ ના ખેડૂતો ખેતી માટે મળતી આઠ કલ્લાક ની વીજળી પૂરતા પુરવઠા મા ના મળતા અને હાલ ઘઉં ની ખેતી માટે તાતી જરૂરિયાત પાણી ની હોવાથી વીજ કંપની દ્વારા ખેડૂતો ને ઠાગા ઠૈયા કરાવતી કંપની ના અધિકારીઓ થી થાકી ને વિરપુર ની મધ્યગુજરાત વીજ કંપની ની ના અધિકારી ને લેખિત મા રજૂઆત કરવા જાંબુડી ના ખેડૂતો ને આવવા ની ફરજ પડી હતી... વિરપુર તાલુકા ના છેવાડે આવેલ જાંબુડી ના ગ્રામજનો પોતાનો મુખ્ય વ્યવસાય પશુ પાલક અને ખેતી હોવાથી સરકાર દ્વારા ખેતી માટે આઠ કલ્લાક ની વીજળી આપતી હોય છે તેમાં પણ અપૂરતો વીજ પુરવઠો અપાઈ રહ્યાની તે આઠ કલ્લાક મા વીજ દબાણ ઓછું મળવાની તેમજ તે સમય મા લાઇન ફોલ્ટ મા જવાથી પુનઃ વીજ પુરવઠો ચાલુ થતાં તો આઠ કલ્લાક નો સમય વિતી જાય છે તેમજ ફોલ્ટ મા આવતા આ લાઇન કપાઈ જાય છે જેને લઈ ખેડૂતો ને વીજ પુરવઠો મળતો નથી અને પાક લેવામાં નિષ્ફળ નીવડે છે જેને લઇ ખેડૂતો ની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી ગઈ છે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા જાંબુડી ગામ ના સમગ્ર ખેડૂતો ની માંગણી છે કે તેમને ખેતી કામ માટે તેઓને નજીક મા આવેલ સાઠંબા થી આવતો વીજ પુરવઠો આપવા મા આવે જે પૂરતા પ્રમણમાં વીજ પુરવઠો મળે તેમ છે અને લાઇન ઓછી હોવાથી વરે ઘડી ફોલ્ટ ન થાય અને થાય તો પણ નજીક મા હોવાથી તેની મરમ્મત માટે માણસો આવી શકે અને તે નું નિરાકરણ વહેલી તકે આવી શકે તેમ છે .જો વહેલી તકે આ સમસ્યા નું નિરાકરણ નહિ આવે તો જાંબુડી ના ખેડૂતો એ આંદોલન નો માર્ગ અપનાવવા નો વરો આવે તેમ પણ જણાવેલ છે