લીમખેડા તાલુકાના દુધીયા ગામે ગતરાતે ત્રાટકેલા તસ્કરોએ સતકેવલ ફળિયામાં એક બંધ મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા ૧.૮૦ લાખની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
લીમખેડાના દુધીયા ગામે સતકેવલ ફળીયાના મુળ વતની અને વેપાર ધંધો કરતા અનીલભાઈ ડાહ્યાભાઈ સલાણીયા હાલ દાહોદ લક્ષ્મીનગર ખાતે રહેતા હોઈ તેમના દુધીયા ખાતેના બંધ મકાનને ગતરાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવશ્યા હતા અને તિજાેરીમાં મૂકેલ રૂા. ૨૦,૦૦૦ની કિંમતની સોનાની બુટ્ટીની જાેડ નંગ-૧, રૂપિયા ૪૦,૦૦૦ની કિંમતની સોનાની ચેઈન નંગ-૨, રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતના ચાંદીના છડા જાેડ નંગ-૨, રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતનો ૫૦૦ ગ્રામ વજનનો ચાંદીનો ચોરસો, રૂા. ૧૦,૦૦૦ની કિંમતની સોનાની લેડીઝ વીટી નંગ-૧ તથા રૂપિયા ૪૦,૦૦૦ની રોકડ વગેરે મળી રૂપિયા ૧,૮૦,૦૦૦ની મત્તા ચોરીને લઈ ગયા હતા.આ સંબંધે હાલ દાહોદ લક્ષ્મીનગરમાં રહેતા ઘરધણી અનીલભાઈ ડાહ્યાભાઈ સલાણીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.