અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના ડુંગર પોલીસ સ્ટેશનમા બળાત્કારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે .
કેટલાક હવસખોરો દ્વારા સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે .
આ ઘટના અંગે રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે .
(૧) સુરેશ બાલાભાઈ વાળા
(૨) હિતેષ બાલાભાઈ વાળા
(૩) ગોપાલ ભુપતભાઇ
(૪) પ્રકાશ ચકુરભાઈ સાખટ તેમજ
શખ્સો મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા સગીર વયની યુવતી જ્યારે બજારમાં નીકળતી ત્યારે ૫ શખ્સો સગીરા ને બીભત્સ ઈશારા કરી ગાળો બોલતા હતા .
એટલેથીજ નહીં અટકતા આ નરાધમો અવારનવાર વારાફરતી બળજબરીપૂર્વક સગીર અવસ્થા દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ ખેતરમાં તેમજ નેરડામાં લઇ જઈ શારીરિક સંબંધ બાંધતા હતા અને યૌનશોષણ કરી બળાત્કાર આચરી સમગ્ર વારદાતનો મોબાઈલ થી વિડિઓ ઉતારતા હતા .
આ સગીરા વિરોધ કરતી હોય તો આ નર રાક્ષશો સગીરાને ધમકી આપતા કે , જો આ બનાવની વાત કોઈને કરીશ તો વીડિયો વાઇરલ કરી બદનામ કરી નાખીશું .
આ સમગ્ર ઘટના અંગે ૫ શખ્સો સામે ગુનો નોંધાયો છે .જેમાં (૫) દિલીપ ઉર્ફે દિપક રમેશભાઈ શિયાળ નામના શખસે મદદ ગારી કર્યા અંગેનો ગુન્હો ડુંગર પોલીસ સ્ટેશન મા નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવની સી.પી.આઈ કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે.
આસમગ્ર ઘટનાને અંજામ આપતાં પહેલા આ ગેંગમાં કેટલાક સાગરીતો આ દુષ્કર્મ વખતે ધ્યાન રાખતા હતા અને કેટલાક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરતા હતા .
આ સમગ્ર ઘટના અંગે હાલ ડુંગર પોલીસ સ્ટેશનમાં ૩૭૬, પોક્સો એક્ટ , ઇન્ફો એન્ડ ટેક્નોલોજી એક્ટ, કલમ હેઠળ વિવિધ ગુના નોંધાયા છે .
આ સમગ્ર ઘટનાની
પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ આદરીછે.ડુંગર પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ.યશવંત સિંહ ગોહિલની ટીમે ઘટનાની ગંભીરતા દાખવી આરોપીને રાઉન્ડ અપ કરી હાલમાં તેમની પૂછપરછ શરૂ કરી છે , તેમજ આ સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ આદરી છે . આ ઘટનામાં પોલીસ વધુમાં વધુ પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરી રહી છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.