હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે રહેતા મનોજભાઈ નરેન્દ્રભાઈ શાહે નાના જેપુરા ગામે રહેતા રાજેન્દ્રકુમાર ઉદેસિંહ પરમાર સામે હાલોલ ના એડિશનલ જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી જેની વિગતો જોતા ફરિયાદી અને આરોપી મિત્ર હોવાથી આરોપીને હાથ ઉછીના નાણાં ની જરૂર પડતા ફરિયાદીએ એક માસમાં પરત આપવાના વાયદે ફરિયાદીએ રૂ ૧૩,૫૦,૦૦૦/ આરોપીને આપ્યા હતા જેની મુદત બાદ ઉઘરાણી કરતા આરોપીએ રૂ ૧૩.૫૦ લાખનો ઘી હાલોલ અર્બન કો ઓ બેન્કનો પોતાના ખાતાનો તા ૦૧/૦૩/૨૦૨૪ નો ચેક આપ્યો હતો જે ચેક રીટર્ન થતા આરોપીને નોટિસ આપી હતી જેનો આરોપીએ ઉડાઉ જવાબ આપ્યો હતો અને નાણા ચુકવ્યા નહોતા જેથી હાલની ફરિયાદ દાખલ કરી હતી જે કેસમા આરોપી એડવોકેટ જે બી જોશી મારફતે હાજર રહ્યા હતા ફરીયાદી ની ઉલટ તપાસમાં તેણે સ્વીકારેલ કે આરોપી સાથે ભણતા હોય કે નજીકમાં રહેતા હોય તેવું નથી આરોપીના બાળકો કે પત્ની નુ નામ ખબર નથી. આરોપીએ ફરિયાદી અને અન્યો પાસેથી શિવરાજપુર ગામે સર્વે નંબર ૧૨૫/૨ પૈકી ૧ વાળી જમીન તા ૦૫/૦૪/૨૩ ના રોજ રૂ એક કરોડ દશ લાખ રૂપિયામા ખરીદી હતી. આ જમીનના કોઈ નાણાં આરોપી પાસે બાકી રહેતા નથી. ફરિયાદી એ રૂ ૧૩.૫૦ રોકડા આપ્યા તેનો કોઈ લેખીત કે મૌખીક આધાર પુરાવો રજુ કર્યો નથી કે રકમ ની અવેજમા કોઈ પાવતી કે ચેક લીધો નથી તે પણ સ્વીકારેલ છે. ચેક તેમની હાજરીમાં ભરાયો નહી હોવાનું પણ સ્વીકારેલ છે ત્યારે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબની ચેક ની રકમ આરોપીને હાથ ઉછીની આપી હોવાનું માની શકાય નહી.ફરિયાદી પોતાની આર્થીક સધ્ધરતા બતાવવા આઈટી રિટર્ન ની વિગતો રજુ કરી છે જેમાં નાના મોટા ઘર ખર્ચ ની વિગતો જણાવેલ છે પરંતુ ફરિયાદવાળા ચેકની રૂ ૧૩.૫૦ લાખની રકમ દર્શાવેલ નથી અને કેમ દર્શાવી નથી તે પણ ફરિયાદ પક્ષે જણાવ્યું નથી. સમગ્ર બાબતે આરોપી એડવોકેટ જે બી જોશી દ્વારા રજુ કરેલ એપેક્ષ કોર્ટ ના ચુકાદા અને દલીલો ને આધારે હાલોલના એડી જ્યુ મેજિસ્ટ્રેટ એચ એચ બિસ્નોઇ દ્વારા ફરિયાદ પક્ષ પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર ની નાણાંકીય લેવડ દેવડ ની કોઈ હકીકત રેકર્ડ પરના રજુ કરાયેલ પુરાવા થી પુરવાર કરી શકેલ ન હોય આરોપી રાજેન્દ્રકુમાર ઉદેસિંહ પરમાર ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
૧૩.૫૦ લાખના ચેક રીટર્ન કેસમા ફરીયાદ પક્ષ પોતાનુ લેણુ પુરવાર ન કરતા હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો
