વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ બાયપાસ, જોરાવરનગર, દાળ મીલ રોડ, 80 ફુટ, સિદ્ધાર્થ સોસાયટી રોડ, ટીબી હોસ્પિટલ પાસે, મેક્સન સર્કલ, ગણપતિ ફાટસર તેમજ અલગ અલગ વિસ્તારમાં ઘરે ઘરે જઈને જાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી ડી રાઠોડ, ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઈ સોલંકી, ઉપ-પ્રમુખ કાનજીભાઈ રાઠોડ એ તેમના હસ્તે વૃક્ષરોપણ નું કાર્ય કરી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરેલ છે.