ડી. કે.વ્યાસ હાઇસ્કુલ, ગોરલ મુકામે વિશિષ્ટ મહાનુભાવોનું અભિવાદન ધોરણ 10 12 શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.

રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ માનનીયશ્રી ભાનુભાઈ એ. પટેલના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ભરતભાઈ ચૌધરી હસમુખભાઈ ડી પટેલ બોર્ડ સદસ્ય તથા ડોક્ટર નરસિંહભાઈ બી પટેલ સાયન્સ કોલેજ તલોદ ના આશીર્વાદ સાથે આજરોજ કાર્યક્રમ યોજાયો હતો.

અતિથિ વિશેષ તરીકે જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજીતભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ અને જ્યોતિ સ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા વહીવટી સંઘના પ્રમુખશ્રી પ્રવીણસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી આનંદકુમાર એસ પટેલે સૌને આવકાર્યા હતા.

આ પ્રસંગે આચાર્યશ્રી સંજયભાઈ પટેલ નેત્રામલી, આચાર્યશ્રી શશીકાંત પટેલ લાલોડા હાઇસ્કુલ,શ્રી રજનીકાંત પટેલ ફલાસણા હાઇસ્કુલ, શ્રી અતુલભાઇ પટેલ શેરપુરા સ્કુલ, શ્રી અવનિતભાઈ પટેલ વસઈ હાઈસ્કૂલ, રાજ્ય એવોર્ડ વિજેતા જીતેન્દ્રભાઈ સાહેબ ભુતીયા હાઇસ્કુલ, આચાર્યાશ્રી સંગીતાબેન મોટા કોટડા હાઇસ્કુલ, જીગ્નેશભાઈ પટેલ રાજપુર હાઇસ્કુલ ઉપસ્થિત રહ્યા હતા. રીનોવેશન ખર્ચ અને ભોજન દાતાશ્રી વિનોદભાઈ દોલાભાઈ પટેલ લક્ષ્મણપુરાનો વિશિષ્ટ આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અશ્વિનભાઈ, મુકેશભાઈ, કાંતિભાઈ, વસંતભાઈ, પ્રતાપભાઈ, દિનેશભાઈ, કલ્પનાબેન કિરણબેન મનીષભાઈ, દેવ્યાની બેન, અતુલભાઈ, વિકાસભાઈ, બીનાબેન, રમેશભાઈ, સુરેશભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે સંસ્થાના રીટાયર્ડ થયેલ ગુરુજીઓનો વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

અંતમાં આભાર દર્શન શ્રી અરવિંદભાઈ પટેલે કરેલ.