ખોજલવાસ ગામ નજીક ઝડપાયેલા પિક અપ ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસ સ્ટાફ ના માણસો ખોજલવાસ ગામ નજીક વાહન ચેકિંગમાં હતા દરમિયાન આ કામના આરોપી સુધીરભાઈ માનસિંગભાઈ વસાવા રહે ડભોઇ રબારી વગા નાઓ પોતાના કબજાની બોલેરો પીક અપ ટેમ્પો ગાડી નંબર GJ 06 BY 1559 નંબરની ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પોતાની તથા આવતા જતા રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ટેમ્પો હંકારી લાવતા ખોજલવાસ ગામ નજીક આમલેથા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ઝડપાઈ આવ્યો આમલેથા પોલીસે ગાડી ચાલક સુધીરભાઈ માનસિંગભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે