વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન રાણીપ અમદાવાદ ખાતે કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમને મીડિયા સમક્ષ મતદાનને લઈને મહત્વની વાત કહી હતી. વડાપ્રધાન મોદીએ મીડીયા સમક્ષ મતદાન બાદ કહ્યું કે, લોકતંત્રનો આ ઉત્સવ ગુજરાતના મતદારો માટે મહત્વનો છે. લોકતંત્રના ઉત્સવ માટે દેશના નાગરીકોને હ્દયથી અભિનંદ અને ધન્યવાદ આપું છું.
હું ઈલેક્શન કમિશનનો પણ શુભેચ્છા આપું છું. તેમને સાનદાર રીતે વિશ્વમાં ભારતની લોકતંત્રની વિશેષતા ચૂંટણીને લઈને મહત્વનું કામ કર્યું છું. હું ઈલેક્શન કમિશનનો પણ આભાર માનું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું. તેમને આ લોકતંત્રના ઉત્સવને આનબાન સાથે ઉજવ્યો છે. ગુજરાતની જનતામાં નિરક્ષીર વિવેક છે. સત્ય છે તેને સ્વિકારે છે. આજે બધા મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે જેથી હું ગુજરાતન મતદાતોનો આભાર માનું છું. તેમ પીએમ મોદીએ રાણીપથી મતદાન કરીને બહાર આવીને મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. રાણીપ ખાતે વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું. 2022ના ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે પીએમ ગઈકાલે સાંજે જ બીજા તબક્કાના મતદાન માટે આવી પહોંચ્યા હતા ત્યારે આજે સવારમાં તેમને તેમનો કિંમતી મત આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ અમદાવાદની રાણીપાણી નિશાન શાળામાં મતદાન કર્યું હતું. જ્યાં તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મોદી.. મોદી..ના નારા પણ લગાવ્યા હતા.