આવાજ ન્યુઝ 24×7

આર.એચ.રાજપૂત(વાવ) 04/12/2022

      ગતરાત્રીએ પૂર્વનીયોજીત ઘટનાક્રમમાં બેબુનિયાદ આક્ષેપો થયા.

      આ આયોજિત ઘટનામાં ડૉ. કરશન પટેલએ આક્ષેપો કરતા જણાવેલ કે પોતે 2 વાગ્યે રાતે ગાડી લઈને પોતાના ઘરની આગળના પાર્કિંગનાં સ્થળે પાર્ક કરતા હતા ત્યારે સ્વિફ્ટ ગાડી એ ટક્કર મારેલ અને હુમલાની કોશિશ કરેલી.

આક્ષેપો સામેની વાસ્તવિકતા...

ક્રેટા ગાડીની ઊંચાઈ કરતા સ્વિફ્ટ ગાડીની ઊંચાઈ ખૂબ નીચી હોય છે પોતે ગાડી પોતાની રીતે ભટકાવી છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે..

પુરાવા..

સી.સી.ટી.વી તેમજ ફોટોઝમાં જોઈ શકાય છે પોતે જે જગ્યા પર હુંમલો થયો હોવાનું કહે છે તે જ જગ્યા પરના સી.સી.ટી.વી ફોટોઝ અને વિડિયો માં ડૉ. કરશન પટેલની ક્રેટા ગાડી 2.42 મિનિટ પર એકદમ સલામત,સુરક્ષિત માલૂમ પડે છે.જ્યારે ડૉ કરશન પટેલ પોતે 2 વાગ્યાની ઘટના બતાવે છે. પોતે બતાવેલ ટાઈમથી માલૂમ પડે છે કે આક્ષેપો એકદમ બેબુનિયાદ છે અને પૂર્વનીયોજીત બનાવેલ ઘટના છે.

      2 વાગી ને 42 મિનિટ પર પોતે ગાડી લઈ ને બહાર જાય છે અને પોતે 5.52 ની આસપાસ ગાડી લઈ ને પરત ફરે ત્યારે પોતાની ગાડી પોતે જાતે ક્યાંક ભટકાવી આવી ને આ ઘટના ઉભી કરી છે. તેમનાજ માણસો પણ પોતાની રાહ જોઈ ને ઉભા રહેલા વિડિયો માં જોવા મળે છે.

      ગુલાબસિંહ રાજપૂત આરોગ્યલક્ષી સેવાઓ માટે ચિંતિત છે અને કાર્યશીલ છે અને પોતે સરકારી મોટી હૉસ્પિટલ બનાવીને મફતમાં સારવાર મળે તે માટે પ્રયત્નશીલ છે એના માટે અમુક ચોક્કસ ડોકટરો ને પોતાની ગરાગી તૂટવાની ચિંતા હોઇ ગુલાબસિંહ નાં વિરોધ માં સતત કામ કરે છે અને આ ઘટના એનો જ ભાગ છે.

ગુલાબસિંહ એ શું કહ્યું?

ડૉ.કરશન પટેલ દ્વારા કોરોના સમયમાં પોતાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ઑક્સિજન ની માંગણી કરેલ ત્યારે તાત્કાલિક મદદ કરેલી મે ક્યારેય કોઈ પણ જાતિ વિશેષ પ્રત્યે પ્રેમ કે નફરત એવી રાજનીતિ કરેલ નથી આપણે હંમેશા સ્વસ્થ રાજનીતિ કરાયેલ છે.