જૂનાગઢ પોલીસ

જ્યારથી બોડી વોર્ન કેમેરાથી સર્જ થઈ છે, ત્યારથી લોકો

સાથે પોલીસનું ઘર્ષણ ઓછું થયું છે. તેમજ ક્રાઇમ

ડિટેકશનમાં પણ બોડી વોર્ન કેમેરા ખૂબ જ ઉપયોગી થયા

રહ્યાં છે.જૂનાગઢ જિલ્લા પોલીસ પાસે બે પ્રકારના કેમેરા

છે, જેમાં બોડી ટુ કેમેરા તથા બોડી થ્રી કેમેરાનો સમાવેશ

થાય છે. આ કેમેરાઓ પૈકી અમુક કેમેરાઓમાંથી

ગાંધીનગર લાઈવ પ્રસારણ પણ જોઈ શકાય છે.

જૂનાગઢ જિલ્લામાં છે કુલ આટલા કેમેરા

જૂનાગઢ જિલ્લામાં બોડી ટુ તથા બોડી થ્રી એમ બે પ્રકારના

કેમેરા પોલીસ પાસે ઉપલબ્ધ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં

બોડી વોર્ન કેમેરામાં 248 બોડી ટાઈપ ટ કેમેરા અને 24

ટાઈપ થ્રી કેમેરા છે. જેને સીમ કેમેરા પણ કહેવાય છે. આ

24 કેમેરાનું સીધું પ્રસારણ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં દેખાય

છે. બાકીના બધા કેમેરાઓનું સ્ટોરેજ હેડ ઓફિસમાં

જળવાઈ રહે છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની

આરોપ તથા પ્રત્યારોપ થાય તો જે તે બાબત સાચી હોય તે

જાણી શકાય.

જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો, ગિરનારની પરિક્રમા અનેક

રાજકીય મેળવડા, ચૂંટણીઓ સહિત અનેક જગ્યાએ

પોલીસને બોડીવોર્ન કેમેરાથી સજ્જ રાખવામાં આવે

છે.પોલીસ અને પ્રજા વચ્ચે કોઈ ઘર્ષણનો બનાવ ન બને

અને ઘટના સ્થળે કોઈપણ પ્રકારનો ક્રાઈમ સર્જાય તો

પોલીસ પાસે જે બોડી વોર્ન કેમેરા છે, તેમાં આ સમગ્ર

હકીકત કેદ થઈ જાય છે. પોલીસને અનેક વખત કેસનો

ઉકેલ કરવામાં કેમેરા ખૂબ જ ઉપયોગી થાય છે.