દેડયાપાડા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબ્યુશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ધનશેરા ચેકપોસ્ટ ખાતે થી ઝડપી પાડતી L.C.B

નર્મદા સંદીપસિંહ પોલીસ મહાન નિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલી સુચના અનુસાર જે બી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર L.C.B નાઓ તથા L.C.B પોલીસ સ્ટાફના માણસો ડેડીયાપાડા તથા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી બંદોબસ્ત અંગે પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને બાતમી મળેલ કે ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુમનભાઈ જહનાભાઈ વસાવા રહે અટ્ટી તા ધડગાંવ જિલ્લો નંદરબાર નાઓ મહારાષ્ટ્ર તરફથી માલવાહક ગાડીમાં બેસીને સાગબારા તરફ આવી રહ્યો છે જે બાતમિના આધારે નર્મદા L.C.B પોલીસ સ્ટાફના માણસો સાગબાનાના ધનશેરા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી વોચમાં હતા દરમિયાન માલવાહક ગાડી આવતા ગાડી ને રોકી તપાસ કરતા ગાડીમાંથી ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુમનભાઈ જહનાભાઈ વસાવા મળી આવતા L.C.B પોલીસ સ્ટાફના માણસોએ આરોપીને ઝડપી પાડીને ડેડીયાપાડા પોલીસ માથકે સોંપી આગળની લગતિ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે