સંખેડા વિધાનસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર નો બોડેલી મા પ્રચંડ પ્રચાર

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન આગામી ૫મી એ થવાનું છે ત્યારે પ્રચાર પડઘમ શાંત થવાને હવે ૧ દિવસ બાકી છે તેવામાં સંખેડા કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઇએ બોડેલી નગરમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. નગરના વિવિધ વિસ્તારોમાં ફર્યા ત્યારે હિન્દૂ મુસ્લિમ સહિત નગરના તમામ લોકોએ તેમણે આવકાર્ય હતા. પ્રચંડ વિજય માટેનો વિશ્વાસ ધીરુ ભાઈ ભીલ એ વ્યક્ત કર્યો હતો.