રોકડ રૂ.૪૧,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે રહેણાંક મકાનમાં જુગાર રમતાં ૬ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર,એલ.સી.બી.નાં પો. હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણને બાતમીરાહે હકિકત મળેલ કે, જીતેન્દ્દભાઇ ઉર્ફે જીતુ બચુમલ વાસવાણી રહે.રૂમ નંબર-૧,લાઇન નંબર-૭,રસાલા કેમ્પ, ભાવનગરવાળા તેનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં આર્થિક લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. જે માહિતી આધારે એલ.સી.બ. સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ગંજીપત્તાનો પાનાં-પૈસા વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં નીચે મુજબનાં આરોપીઓ ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૪૧,૧૦૦/-તથા લાઇટ બિલ-૧ કિ.રૂ.૦૦/-મળી કુલ રૂ.૪૧,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ. જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. જીતેન્દ્દભાઇ ઉર્ફે જીતુ બચુમલ વાસવાણી ઉ.વ.૨૯ ધંધો-વેપાર રહે. રૂમ નંબર-૧, લાઇન નંબર-૭, રસાલા કેમ્પ, ભાવનગર
2. મનિષ ગોપીચંદભાઇ ભાગીયા ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે.રૂમ નંબર-૯,લાઇન નંબર-૭, રસાલા કેમ્પ, ભાવનગર
3. જીતેન્દ્દ વિજયકુમાર રાજાણી ઉ.વ.૩૭ ધંધો-વેપાર રહે.રૂમ નંબર-૬૪,લાઇન નંબર-૨, રસાલા કેમ્પ, ભાવનગર
4. ધર્મેન્દ્દ ગોવિંદરામ સુખાણી ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે.રૂમ નંબર-૮૪,લાઇન નંબર-૨, રસાલા કેમ્પ, ભાવનગર
5. અમિત રાજુભાઇ સાહિત્ય ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે.રૂમ નંબર-૧૧૮,લાઇન નંબર-૫, રસાલા કેમ્પ, ભાવનગર
6. પરશોત્તમભાઇ ઉધમભાઇ ડોડેજા ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૧૯૭૦/બી, સંત પ્રભારામ હવેલી સામે, સીંધુનગર, સરદારનગર, ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા,વનરાજભાઇ ખુમાણ,પો.કો. ધર્મેન્દ્દસિંહ ગોહિલ,સંજયભાઇ ચુડાસમા તથા વુમન પો.કોન્સ. જાગૃતિબેન કુંચાલા