દાંતીવાડાના નાની ભાખર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

દાંતીવાડાના ભાખર ગામની સીમ નજીક શનિવારે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં દાંતીવાડાના નાની ભાખર ગામના દજુસિંહ વાઘુસિંહ વાઘેલા (ઉં.વ.આ. 30) નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.ઘટનાસ્થળે લોકો ટોળેટોળા એકત્ર થયા હતા. દાંતીવાડા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે, આ લખાય છે ત્યાં સુધી ફરિયાદ નોંધાઇ ન હતી.